ગુજરાત(Gujarat): ખેડા(Kheda) જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર ઉભું રહેવાનું નામ નથી લઈ રહી. ત્યારે ગઇકાલે રવિવારના રોજ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. જેમાં એક દંપતિ સહિત એક મહિલાનું કાળમુખા અકસ્માત(Accident)માં કરુણ મોત નીપજ્યા હતા.
ખેડા પાસેના કનેરા હાઈવે પર રોંગ સાઇડે આવી રહેલા ટેન્કર ટ્રકે બે મોટરસાયકલ અને એક રીક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ તમામ લોકોના મોત થતા હતા. આ અકસ્માતમાં સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ખેડા તાલુકાના ભગુપુરા તાબે સારસા ગામના વતની 42 વર્ષના કનૈયાલાલ જેસીગભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. જણાવી દઈએ કેમ, કનૈયાલાલને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો પણ છે. જેમાં બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ છે.
કનૈયાલાલના દીકરા અશોકના અમદાવાદના વટવા ખાતે લગ્ન થયા હતા. ગઈ 8 મેના રોજ બપોરના અંદાજે ત્રણેક વાગે અશોક પોતાના મિત્રની પલ્સર(બાઈક નંબર GJ 07 CG 2191) લઇને પોતાની સાસરી વટવા ગામે પોતાની પત્ની નીલમબેનને લેવા ગયા હતા અને પાછા સારસા આવી રહ્યા હતા.
ત્યારે સાંજના અંદાજે સાડા સાત વાગ્યાની આજુનાજુ કનેરા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર રિલાયન્સ પેટ્રોલ પંપ સામે રોંગ સાઇડે પુરપાટ ઝપડે આવી રહેલ ટેન્કર ટ્રક નંબર (GJ 01 DV 8332)એ ઉપરોક્ત ત્રીજી લેનમાં ચાલતી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
સાથે સાથે અન્ય એક મોટરસાયકલ નંબર (GJ 07 ED 7072)ને પણ ખતરનાક ટક્કર મારી હતી. જેના કારણે પલ્સર મોટરસાયકલ પર સવાર દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ બંનેના મોત થયા હતા. આમ આ ગમખ્વાર અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોના મોતથી હાઈવે પર મરણચીસોની બુમો પડી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.