5 સેકન્ડના આ CCTV દ્રશ્યો તમને ધ્રુજાવી દેશે- કાળમુખા ટેન્કરે બાઈકચાલકને 50 ફૂટ ઢસડી આપ્યું દર્દનાક મોત

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે(Jetpur-Dhoraji National Highway) પર પેઢલા ચોકડી નજીક રવિવારના રોજ પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બાઇકચાલક યુવકને કચડી નાખ્યો હતો. આ ભયંકર અકસ્માત(Accident)માં બાઇકચાલક યુવાનને ટેન્કર 50 ફૂટ સુધી ઢસડી લઇ ગયું હતું. તેમજ ટેન્કરના કાળમુખા વ્હીલ તેની પર ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ભયંકર અકસ્માત પછી ટેન્કરચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે આ ભયંકર અકસ્માતનાં દૃશ્યો CCTVમાં કેદ થઇ ગયા છે. સીસીટીવીમાં 5 સેકન્ડમાં જ બાઇકચાલક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મૃતક યુવાન બાઇક પર વાડીએ જઈ રહ્યો હતો:
અકસ્માત માટે જાણીતી પેઢલા ચોકડી પર ફરી એક અકસ્માતની ગોઝારી ઘટના બની હતી. પેઢલા ગામનો રહેવાસી હિતેશ રવજીભાઈ મકવાણા (ઉં.વ.28) નામનો યુવાન પોતાની બાઇક લઈને વાડીએ જઈ રહ્યો હતો. ત્યારે ગામમાંથી હાઈવે પર ચોકડી ક્રોસિંગ કરી રહ્યો હતો તે સમય દરમિયાન ધોરાજી બાજુથી પુરપાટ ઝડપે આવી રહેલું GJ-12-BV-9489 નંબરના ટેન્કરના ચાલકે યુવકને હડફેટે લીધો હતો. હિતેશ ટેન્કર હેઠળ આવી જવાને કારણે ચાલકે બ્રેક મારતાં 50 ફૂટ જેટલો ઢસડાઈ ગયો હતો અને બાદમાં ટેન્કર ઊભું રહેતાં ચાલક નીચે ઊતરી ઘટનાને અંજામ આપીને ભાગી ગયો હતો.

ટેન્કરના કાળમુખા ટાયરે લીધો માસુમનો જીવ:
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે લોહીલુહાણ હાલતમાં રહેલા હિતેશને ત્યાં ઘટના સ્થળ પર આવી ગયેલા તેમના સંબધીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ટેન્કરચાલકના બેફામ ડ્રાઇવિંગને પગલે યુવાન અચાનક જ ટેન્કર નીચે આવી ગયો હતો અને મોત મળ્યું હતું.

મૃતકના નાનાભાઈ પુરુષોત્તમભાઈએ ટેન્કરચાલક સામે માનવ જિંદગી જોખમાય એ રીતે રોકેટ ગતિએ ટેન્કર ચલાવી અકસ્માતને અંજામ આપીને હિતેશભાઈનું મોત નિપજાવ્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. અકસ્માત માટે જાણીતી પેઢલા ચોકડી વિશે ગામના લોકોએ જણાવ્યું હતું કે, અહીં રોડ પર ટોલનાકા ઓથોરિટી દ્વારા ત્રણ દિવસથી રોડ પર કામ ચાલુ કર્યા વગર આડશ ઊભી કરવામાં આવી છે, જેને કારણે પણ ઘણા ખરા અકસ્માત સર્જાય રહ્યા છે. ત્યારે ફરી એક વખત અકસ્માત થયો ત્યારે ફરી ગામના સરપંચે તરત જ ટોલનાકાને રોડની આડશો દૂર કરવા માટે અધિકારીઓને ફોન કરીને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *