હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી પ્રદૂષિત થાય નહી એની માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 971 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વની વાત તો એ છે કે, જે પ્રદૂષિત પાણી ઇન્ડસ્ટ્રીમાંથી તાપી નદીમાં જઈ રહ્યું હતું,
તેને અટકાવીને સુરત મહાનગરપાલિકા દ્વારા રિસાઇકલ કરીને શુદ્ધ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે. જેથી વાર્ષિક કુલ 140 કરોડથી પણ વધારે કમાણી કરે છે. જેને લીધે તાપી નદી શુદ્ધ પણ રહે છે તેમજ પાલિકાને એક આવકનું સાધન પણ ઊભું થઈ ગયું છે.
ઔદ્યોગિક નગર સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી તાપી નદીમાં પ્રદૂષિત પાણી જતું હતું જેમાં હવે સુધારો આવતા આવું જોવા મળતું નથી. કારણ કે, સુરત મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને લીધે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી રિસાઇકલ કરીને ઇન્ડસ્ટ્રીને જ વેચી દેવામાં આવતું હોય છે.
આની સાથે જ તાપી નદીમાં કુલ 46 જેટલા આઉટલેટ હતા જેને બંધ કરી દેવામાં આવ્યા છે. સુરતનાં સિંગણપોર વિસ્તારમાં જે સ્ટોરેજ પ્લાન્ટ આવેલું છે, ત્યાંથી તાપી નદીનું પાણી સમગ્ર સુરત શહેરમાં આપવામાં આવે છે. પાણી પ્રદૂષિત થાય નહી એની માટે કાર્યવાહી કરવામાં આવે છે.
ગણેશ વિસર્જન તાપી નદીમાં બંધ કરી દેવામાં આવ્યું છે. આની ઉપરાંત તાપી નદીમાં જે પ્રદૂષિત પાણી આવતું હતું, તે વોટર રિસાઈકલને લીધે આવતું નથી. સુરતમાં તાપી નદી કુલ 85 કિલોમીટર સુધી પસાર થાય છે. સિંગણપોર સુધી કુલ 33 કિમીની લંબાઈ ધરાવે છે.
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ કહ્યું હતું કે, સમગ્ર સુરત શહેર ભારતમાં એકમાત્ર એવુ શહેર છે કે, જે સુએજ વોટરને શુદ્ધ કરી ઇન્ડસ્ટ્રીને પાણી આપે છે. જેમાંથી અંદાજે 140 કરોડની કમાણી વાર્ષિક કરે છે. વર્ષ 2041 સુધી શુદ્ધ પાણી મળી રહે તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે શુદ્ધ પાણી તાપી નદીમાં જાય એવુ આયોજન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle