કેનેડા (Canada)ના પ્રાંત ઓન્ટારિયો (Ontario)માં 21 વર્ષીય કેનેડિયન-શીખ મહિલાની ગોળી મારીને હત્યા(Murder) કરવામાં આવી છે. પીલ્સ પ્રાદેશિક પોલીસ દ્વારા રવિવારે જારી કરાયેલી પ્રેસ રીલીઝ મુજબ, પીડિતા, બ્રામ્પટનની પવનપ્રીત કૌર તરીકે ઓળખાય છે, તેને શનિવારે રાત્રે ઓન્ટારિયોના મિસીસૌગા(Mississauga) શહેરમાં ગેસ સ્ટેશનની બહાર એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હતી. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતની એક હાઈસ્કૂલના પાર્કિંગમાં ભારતીય મૂળની કિશોર મહેકપ્રીત સેઠીને અન્ય એક કિશોરે છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ આ ઘટના બની હતી.
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને રાત્રે લગભગ 10:39 વાગ્યે એક મહિલાને ગોળી મારવામાં આવી હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઉતાવળમાં મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. પોલીસને ઘટનાસ્થળેથી પીડિતા પર ગોળીઓના નિશાન મળ્યા છે.
પોલીસ તેને ટાર્ગેટ કિલિંગ માની રહી છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને ડેપ્યુટી ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, કૌરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શંકાસ્પદ વિશે કોઈ નક્કર માહિતી મળી નથી. ડેપ્યુટી ઈન્સ્પેક્ટરે કહ્યું કે અમે એ નથી કહી શકતા કે મહિલાને ગોળી મારનાર વ્યક્તિ મહિલા છે કે પુરુષ. એવું લાગે છે કે ત્યાં કોઈ પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં સામેલ લોકોએ ડાર્ક કપડા પહેર્યા હતા.
તેણે કહ્યું, “ગુનેગારને કાળા રંગના પોશાક પહેરીને ઘટનાસ્થળેથી ભાગતો જોવા મળ્યો હતો.” ટોરોન્ટો સન અખબારે એક પ્રત્યક્ષદર્શી કાર્મેલા સેન્ડોવલને ટાંકીને કહ્યું કે પ્રત્યક્ષદર્શીએ તેને (પીડિતા) પડતી જોઈ અને પછી અચાનક બંદૂકધારીએ બંદૂક તાકી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.