અમદાવાદમાં ઝડપાયો VIP ચોર: પ્લેનમાં આવી કરતો હતો ચોરી, iPhone જેવા મોંઘા ફોનની કરતો ચોરી

Mobile thief gang of Jharkhand busted in Ahmedabad: હવે ચોર પણ VIP બની ગયા છે. ચોર ને પણ હવે Iphone, Samsung જેવા ફોનની જરુરુ પડવા મંડી છે. ચોર એટલા VIP બની ગયા છે કે સ્પેશિયલ પ્લેનમાં બેસી ખાલી Iphone ચોરવા માટે આવે છે.તેવી ઘટના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અનેક વિસ્તારોમાં આઈફોન સહિતના અનેક મોબાઈલની ચોરીઓની ઘટના બની છે.મોબાઈલ ચોરી કરતી ટોળકી અમદાવાદ કે ગુજરાતની નહીં પણ ઝારખંડની હોવાની માહિતી પોલીસને મળી હતી. કાલુપુર પોલીસને બાતમી મળી કે, મોબાઈલ ચોરના ઝારખંડની ગેંગના બે શખ્સો કાલુપુર રેલવે સ્ટેશ પાસે ફરી રહ્યા છે. પોલીસની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી. આરોપીઓ શહેર છોડી ભાગે તે પહેલા રોહિત કુમાર અને વિષ્ણુ મહતોને પકડી લેવામાં આવ્યા.

આરોપીઓ આઈફોન ચોરી કરવા માટે એક શહેરથી બીજા શહેર પ્લેનમાં જતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ખાસ કરીને આઈફોનની ચોરી વધુ કરતા હતા. મૂળ ઝારખંડની આ ગેંગમાં કુલ ચાર આરોપીઓનો સમાવશે થયા છે. ચારેય આરોપીઓ આઈફોનની ચોરી કરી તેને વેચવામાં માસ્ટરમાઈન્ડ છે. ચોરી કરવા માટે આરોપીઓ એક શહેરથી બીજા શહેર જવા માટે પ્લેનમાં બેસતા હતા. આરોપીઓ ભીડભાડવાળી જગ્યાએથી મોબાઈલની ચોરી કરતા હતા. આ માટે અમદાવાદનું મોદી સ્ટેડિયમ, બેંગલુરુનું સ્ટેડિયમમાં ક્રિકેટ જોવાના બહાને જતાં અને ત્યાં ક્રિકેટ જોવા આવેલા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા. આ સિવાય, આરોપીઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ આવતા-જતા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા.

આરોપીઓ ફોનને એજન્ટ મારફતે પશ્રિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફોન વેચતા
આઈફોન ચોર્યા પછી આરોપીઓ કંપનીમાંથી કસ્ટમરનો નંબર મેળવી લેતા હતા. ત્યારપછી, કસ્ટમરને ફોન કરી પોતે કંપનીમાંથી બોલતા હોવાનું કહેતા. તમારો ફોન ડિટેક્ટ થયો હોવાનું કહી તેનો આઈડી-પાસવર્ડ માંગતા હતા. આઈડી-પાસવર્ડ મળી જતા ફોન રિસેટ કરી બારોબાર વેચી મારતા હતા. ઝારખંડની ચોર ગેંગ 60 મોબાઈલની ચોરીનો ટાર્ગેટ રાખતા હતા. 10 દિવસ અગાઉ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. 47 જેટલા ફોન ચોરીને ભાગવાની ફિરાકમાં હતા. આરોપીઓએ અમદાવાદ, પાટણ, મહેસાણા, વડોદરા, કલોલ, પાટણ સહિતના શહેરોમાં મોબાઈલ ચોર્યાનું ખુલ્યું છે. આરોપીઓ એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફોન વેચવા જતા હતા.

પોલીસે મોબાઈલ ચોરી ગેંગનાં બે આરોપીઓ ભાગે તે પહેલા ઝડપી પાડ્યા
મોબાઈલ ચોરી ગેંગ માં ચાર લોકો સામેલ છે જેમાં બે ને પકડી પાડવામાં આવ્યા છે .જ્યારે પપ્પુ મહંતો, અને રાહુલ મહંતો હજુ પણ પોલીસ ગીરફ્તથી દૂર છે. આ મામલે સમગ્ર મોબાઈલ ચોરી ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલા ફોન ચોર્યા અને હજુ કેટલા શકશો તેમની સાથે સંકડયેલ છે તેની તપાસ પોલીસે હાથ ધરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *