‘મેં જાલિમ હત્યારા..’ ઈસ્કોન બ્રિજ પર 10 લોકોને કચડી નાખનાર નબીરા તથ્ય પટેલનો વીડિયો થયો વાઈરલ

killer Tathya Patel made a video related to the crime: 19 જુલાઈની મધ્ય રાતે અમદાવમાં ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માતનો કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે, આ અકસ્માતમાં તથ્ય પટેલ જેવા નબીરાના કારણે 10 માસુમ લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. ત્યારે હવે નબીરા તથ્ય પટેલ(killer Tathya Patel made a video related to the crime) વિશે તપાસ કરતા કેટલીક ચોકાવનારી વાતો સામે આવી છે.

આરોપી તથ્ય પટેલનો પિતા પ્રગ્નેશ આઠ વર્ષમાં 10 પોલીસ કેસનો સામનો કરી ચુક્યો છે. પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. માત્ર આટલું જ નહિ પ્રગ્નેશ પટેલ પર જમીન પચાવી પાડવા જેવા 8 કેસ ચાલી રહ્યા છે, ત્યારે દીકરો પણ આવો જ કંઈક હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9નો ભોગ લેનાર યુવક તથ્ય પટેલનો અસલી ચહેરો આજે ખુલ્લો પડ્યો છે. 9 નિર્દોષ લોકોના હત્યારા તથ્યએ ગુનાખોરીને અનુરૂપ રિલ્સ પણ બનાવી હતી જે સામે આવી છે. કચ્છના સફેદ રણમાં તથ્યએ ‘મેં જાલીમ હત્યારા..’ નામનો વીડિયો પણ બનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

તથ્યએ વીડિયો બનાવ્યો હતો
જે વીડિયો બનાવ્યો છે તેમાં તે વિડીયોમાં ‘મેં જાલીમ હત્યારા, મેને ક્યા નહીં ફાડા’ એવી કડી સાથે વીડિયો પણ બનાવ્યો હતો. ‘સબ લોગ જૂઠ, સચ્ચાના એક’ એવી કડી પર પણ માલેતુજાર તથ્યએ વીડિયો બનાવ્યો હતો. અને તેમણે બનાવેલી આ રિલ્સ જેવા જ ગુણ નબીરા તથ્યના આચરણમાં સામે આવ્યા છે. તથ્યએ બેફામ કાર ચલાવી 9 લોકોનો જીવ પણ લઈ લીધો છે.

તથ્ય સીક્ક ઓફિસિયલ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી પોતે જાલીમ હત્યારો છે તેવા ગીત બનાવી ચૂક્યો છે, બીજી તરફ પોતાની લાઈફ સ્ટાઈલ ને સોશિયલ મીડિયામાં સતત દેખાડી રહ્યો હતો કેટલાક દ્રશ્યો તમને બતાવું…

9 લોકોના મૃત્યુ નિપજ્યાં
આ ભયંકર અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 9 વધુ લોકોને ઈજાઓ પણ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી છે.

SG હાઈવે અને પોશ વિસ્તારનાં રોડ બન્યા રેસિંગ ટ્રેક
શહેરના S.G હાઇવે, સિંધુભવન રોડ અને હેબતપુર રોડ પર ઘણી કોફી શોપ અને કેફે આવેલા છે, જ્યાં મોડી રાત્રે શહેરના ધનાઢ્ય પરિવારના બાળકો મોંઘીદાટ અને હાઈસ્પીડ કાર તેમજ બાઈક લઈને ભેગા થતા હોય છે, જ્યાંથી કેટલીકવાર યુવકઓ વચ્ચે રેસ પણ થતી હોય છે. ખાસ કરીને યુવકઓની રેસ સિંધુભવન રોડ, હેબતપુર રોડ તથા એસજી હાઈવે ઉપર થતી હોય છે.

અત્રે ઉલેખનીય છે કે, આરોપી તથ્ય પટેલ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જગુઆર કાર હંકારી લાવે છે અને અગાઉ થયેલા અકસ્માતમાં પીડિતોને મદદ કરી રહેલા અને અકસ્માત જોવા ઊભેલા ટોળા ઉપર ગાડી ચડાવી દે છે. આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધી 10 લોકોના કરુણ મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *