કોરોનાના કાળા કહેરે ગુજરાત (Gujarat) રાજ્યને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ પણ મંડરાઇ રહ્યું છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ થી આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તન થવાની સંભાવના છે. જયારે આનું નામ મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને “તૌક્તે” (TAUKTAE) નામ આપવામાં આવેલું છે. આ વાવાઝોડા દ્વારા કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (CM Vijay Rupani) સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.
ભારતના હવામાન વિભાગ દ્વારા આપેલ બુલેટિન મુજબ, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના સંદર્ભે સાવચેતી અને સલામતી ના પગલા લેવા માટે મુદ્દાઓ અને તાત્કાલિક પૂર્વતૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષના પહેલા સંભવિત વાવાઝોડા અંગે બચવાની પૂર્વ તૈયારીઓ કરવા બાબતે ચૌદ જિલ્લાઓને તૈયારી શરુ કરવા અંગે જણાવ્યું છે. કચ્છ, મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદ અને અમદાવાદમાં વાવાઝોડા પહેલાજ પૂર્વ તૈયારીઓ શરુ કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે.
દરિયાકિનારાની નજીક ના વિસ્તારો માટે ચેતવણી બહાર પાડવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરેક લોકોને સલામત આશ્રય સ્થાન મળી રહે તે વ્યવસ્થા કરવા અંગે જણાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અંગે કહેવામાં આવ્યું હશે.
તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોનમાં તબદીલ થશે. મળતી માહિતી મુજબ, ગુજરાતના દરિયાઈ વિસ્તાર ખાતે 18 તારીખે સવારે વાવાઝોડું પહોંચશે.
ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, દીવ, દ્વારકા, અમરેલી ખાતે 16 તારીખથી 18 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 16 તારીખથી દીવ અને ગીર-સોમનાથમાં વરસાદ પડવાની શરૂઆત થશે. 18 તારીખે ગુજરાતના દરિયાઈ વિસ્તારની આસપાસ 100ની ગતિથી પવનો ફૂંકાશે. તો 18 તારીખે સાયક્લોન સૌરાષ્ટ્ર ખાતે દરિયાઈ વિસ્તાર સુધી પહોંચશે.
આ વાવાઝોડા વચ્ચે દરિયાકાંઠાના દરેક માછીમારોને પરત ફરવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ 16 તારીખથી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસર રૂપે દક્ષિણ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. અદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
જાણવા મળ્યું છે કે, જામનગરમાં હજી પણ 185 જેટલી માછીમારી બોટ દરિયામાં છે. અત્યાર સુધી 37 જેટલી બોટો દરિયાકાંઠે આવી ગઈ છે. જામનગરમાં કુલ 222 જેટલી માછીમારી બોટ છે. જેમાંથી 185 જેટલી માછીમાર બોટ દરિયાકાંઠે આવવાની બાકી છે. જામનગરમાં તૌકતે સાયક્લોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યુ છે.
આ દરમિયાન દરેક તાલુકામાં કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ બનાવાયો છે. જેમાં આશ્રયસ્થાનો, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહી ક્લિક કરીને જુઓ લાઈવ વાવાઝોડાના દર્શ્યો. https://www.windy.com/?9.963,79.939,3
અમરેલીમાં વાવાઝોડાને લઈ જાફરાબાદના માછીમારોને બોટ સાથે પરત બોલાવવા ગઈકાલે જ સૂચના આપી દેવામાં આવી હતી. જાફરાબાદની 700 જેટલી બોટો હજુ પણ મધદરિયામાં છે. જેમનો સંપર્ક થઈ રહ્યો નથી. બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકીએ જણાવ્યું કે, સરકારને વાંરવાર રજૂઆતો કરી વરસાદી વાતાવરણમાં વાયરલેસ બંધ થાય છે. જેના કારણે બોટો સમયસર પહોંચતી નથી. સેટેલાઈટ ફોન હોય તો તાત્કાલિક દરિયાકાંઠે માછીમારો બોટો સાથે પહોંચી શકે છે. હાલ માછીમારોનો સંપર્ક નહિ થતા બોટ એસોસિએશન સહિત માછીમારો પણ ચિંતામાં મૂકાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.