ઉત્તરપ્રદેશ: હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. હાલમાં એક એવો જ બનાવ બન્યો છે અને જે ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાના મહારાજગંજમાં ઘરેથી દવા લેવા માટે જઈ રહેલા એક સાયકલ સવારનું મૃત્યુ નીપજ્યું છે.
જાણવા મળ્યું છે કે, આ મૃત્યુ પામેલા વ્યક્તિ કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પગાર ગામમાં રહેતા હતા અને તે સવારના સમયે ઘરેથી મહારાજગંજ બજારમાં જઈ રહ્યા હતા અને એ વખતે સવારના દસ વાગ્યે બસ્તિથી હરૈયા બાજુ જઈ રહેલા એક ટ્રેલરે તેમને ટક્કર મારી હતી. જેથી આ સાયકલ સવારનું મોત નીપજ્યું હતું.
આ બનાવ બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોચી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત થયા બાદ તરત જ ત્યાં લોકા ભેગા થઈને એમ્બ્યુલન્સ બોલાવીને આ વૃદ્ધને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કાર્ય હતા. જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિનું નામ રામ મિલન હતું. તેમનું આ અકસ્માત થવાથી આખા ગામમાં શોકનું વાતાવરણ છવાયું હતું. રામ મિલનની પત્ની સુરજન દેવીનું થોડા વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ થઇ ગયું છે. આ અકસ્માત થવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.