તાજેતરમાં જ મહારાષ્ટ્રના બારામતીના એક ચા વાળાએ પીએમ મોદીને દાઢી કરાવા 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલી આપ્યો છે. અનિલ મોરે નામના આ વ્યક્તિએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે ઘણા લોકોનો ધંધો રોજગાર બંધ થઈ ગયો છે. અનિલ મોરોએ પોતાની કમાણીમાંથી 100 રૂપિયા મની ઓર્ડર દ્વારા પ્રધાનમંત્રી મોદીને દાઢી કરાવવા માટે મોકલી આપ્યા છે.
આ ઉપરાંત એક સલાહ પણ આપી દીધી છે કે, તેમણે કંઈક વધારવું જ હોય તો તે રોજગારી વધારે. લોકોની સ્વાસ્થ્ય સુવિધા માટે વેક્સિનેશન સેન્ટર વધારે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા પર ધ્યાન આપે. જાણવા મળ્યું છે કે, અનિલ શહેરના એક પ્રાઈવેટ હોસ્પિટલની પાસે પોતાની ચાની દુકાન ચલાવે છે.
તેમણે જણાવ્યું કે, પાછલા ડોઢ વર્ષથી લોકડાઉનના કારણે તેમનું કામ બંધ પડ્યું છે. તેનાથી નારાજ થઈને તેમણે સીધુ પ્રધાનમંત્રી મોદીના નામે રજીસ્ટર પત્ર લખ્યો અને પોતાની માંગનો ઉલ્લેખ કર્યો. અનિલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી માટે અમારા મનમાં આદર છે. તેમને હેરાન કરવા અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. પરંતુ લોકડાઉનના કારણે લાખો લોકો મુશ્કેલીમાં છે.
આ ઉપરાંત અનિલ મોરે દ્વારા પોતાના મની ઓર્ડરની સાથે એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા કોરોનાથી જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ આપવા અને લોકડાઉન વધવા પર દરેક પરિવારને 30 હજાર રૂપિયાની મદદની માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.