ઘણી વખત આપણે અલગ અલગ ઘટનાઓથી માહિતગાર થતા હોઈએ છીએ. તો ક્યારેક તમેં શિક્ષક અને બાળક વચ્ચે થતા ખરાબ કૃત્ય વિશેની પણ ઘટનાઓ સાંભળતા હશો કે વાચતા હશો. ત્યારે ફરી એક વાર આવો જ શિક્ષક અને વિધાર્થી વચ્ચેનો કિસ્સો સામે આવ્યો છે. જાણીએ શું છે સમગ્ર ઘટના..
બિહારના બેગૂસરાયમાં ગુરુએ શિષ્ય સાથે હેવાનિયતભર્યુ કૃત્ય કર્યું હોય તેવી ઘટના સામે આવી છે. આ કૃત્ય કરવા પર શિક્ષક પર ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. બિહારના બેગૂસરાયમાં રહેતા ૧૨ વર્ષના એક વિધાર્થીના પરિવારનું કહેવું છે કે તેના શિક્ષકે તેમના દીકરાની પાછળના ભાગમાં ઈસ્ત્રી અડાડી દીધી હતી. આ પ્રકારનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લીધે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.
કોરોનાના કાળ વછે બનેલી આ ઘટનાને કારણે વિધાર્થીના પરિવારમાં અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના શનિવારની છે. સોમવારે બાળક જયારે પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેમના પરિવારને શિક્ષકે બાળક સાથે કરેલ દરિંદગી અંગેની જાણ થઇ હતી. ત્યારબાદ બાળકના પરિવારે સ્કુલમાં પહોચીને હંગામો કરતા પોલીસ સ્કુલ પર આવી પહોચી હતી. ત્યાર બાદ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.
આ વિધાર્થી પીસી હાઇસ્કુલની હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. જયારે આ સ્કુલમાં લોકડાઉન વચ્ચે પણ ભણતર શરુ હતું. સાથે પીડિત છોકરાના પરિવારનું કહેવું છે કે તેમને લોકડાઉન દરમિયાન હોસ્ટેલના શિક્ષક ચંદનકુમારની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં જ તેમનો અભ્યાસ શરુ છે.
જયારે ગયા શનિવારે જ કોઈ વાતને લઈને શિક્ષકને ગુસ્સો આવી ગયો હતો અને કપડા પ્રેસ કરવાની ઈસ્ત્રી લઈને ગરમ કરીને વિધાર્થીના પાછલા ભાગ પર ગરમ ઈસ્ત્રી ચાંપી દીધી હતી.
વિધાર્થીએ ઘરે પરત ફ્ર્તાની સાથે જ પોતાની માતાને કહ્યું કે હોસ્ટેલમાં શિક્ષક દ્વારા ઈસ્ત્રી ગરમ કરીને મારા પાછલા ભાગમાં ચાંપી દીધી હતી. શિક્ષક દ્વારા વિધાર્થીને તકલીફ ન થાય તે માટે સાથે તેમનો ઈલાજ કરાવતો રહ્યો અને કહ્યું કે જો આ બાળક તેમના પરિવારને કહેશે તો હોસ્ટેલમાંથી તેમણે કાઢી મુકવામાં આવશે. ત્યાર બાદ સમગ્ર ઘટના વિશેની જાણ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી અને કોર્ટ દ્વારા આરોપી શિક્ષકને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.