ગુજરાતના આ હાઇવે પરથી પસાર થવાના હોય તો ચેતી જજો -ભારેલા અગ્નિ જેવી છે સ્થિતિ

હાલમાં સમગ્ર રાજ્યમાં કૃષિ બીલનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો વળી બીજી બાજુ, રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં ચાલી રહેલ શિક્ષક ભરતી આંદોલનનો મામલો હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. જેના કારણે હાલમાં શામળાજી–ઉદયપુર નેશનલ હાઈવે આજ રોજ બંધ કરી દેવામાં આવ્યો છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

દક્ષિણ રાજસ્થાનમાં આવેલ ડુંગરપુર પાસે અસંખ્ય વાહનોમાં આગચંપીના બનાવો જોવા મળ્યા છે. જેના કારણે શામળાજી પોલીસે ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં આવી રહ્યો છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરાયા છે, અને ભિલોડાથી અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરવામાં આવતા અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

દક્ષિણ રાજસ્થાનમાં આવેલ ડુંગરપુર પાસે શિક્ષણ ભરતીમાં અનામતની માંગને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. તેમજ મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. આ પથ્થરમારામાં 4 થી વધુ ગાડીઓ સળગાવાઈ હતી.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

આંદોલનકારીઓએ ગઈકાલના રોજ અમદાવાદ-ઉદેપુર હાઈવે પર મોટા પ્રમાણમાં તોડફોડી કરી હતી. તો સાથે જ પોલીસના વાહનોમાં પણ આગચંપી કરી હતી. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથરાવ કર્યો હતો. જેને કારણે ટ્રાફિક જામના દ્દશ્યો જોવા મળી રહ્યા છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

શિક્ષક ભરતી 2018માં સામાન્ય વર્ગથી ખાલી પડેલ 1167 પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગે લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લાં 18 દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધમાં બેસ્યા છે. ગઈકાલે સાંજે તેઓએ હાઈવે જામ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે પણ તેમના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *