ગરીબ બાળકોના પેટના ખાડા પુરવા 8 કિલોમીટર દુરથી ખભા પર ઉચકીને રાશન લાવે છે આ શિક્ષકો- વિડીયો જોઇને વખાણ કરતા નહિ થાંકો

છત્તીસગઢ(Chhattisgarh)ના અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ સ્થિતિ બહુ સારી નથી. તેમ છતાં લોકોને તેમની રોજીંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણા કિલોમીટર ચાલીને જવું પડે છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવો જ એક કિસ્સો બલરામપુર(Balrampur) જિલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં ખાડિયા ડામર ગ્રામ પંચાયતમાં વિદ્યાર્થીઓને નિયમિત મધ્યાહન ભોજન મળી રહે તે માટે શિક્ષકોને શાળામાં રાશન(Ration) પહોંચાડવા માટે દરરોજ લગભગ 8 કિમી ચાલીને જવું પડે છે.

શિક્ષકો, જેઓ દરરોજ 8 કિમીનો પ્રવાસ કરે છે, તેઓએ રાજ્ય સરકારને ટેકરીઓ પર આવેલી શાળાઓને ગામથી જોડતો રસ્તો બનાવવા વિનંતી કરી છે. ANI સાથે વાત કરતા શિક્ષક સુશીલ યાદવે કહ્યું કે, “ઘણી મુશ્કેલીઓ છે. ખાસ કરીને વરસાદની મોસમમાં રસ્તાઓ ખૂબ ઉબડખાબડ હોય છે. શિક્ષકે વધુમાં કહ્યું કે, તેમને જંગલી પ્રાણીઓથી પણ ખતરો છે. પરંતુ તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ગામની શાળાના વિદ્યાર્થીઓને દરરોજ મધ્યાહન ભોજન મળે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ગામમાં રસ્તો બનાવવામાં આવે.

શિક્ષકોને દરરોજ કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શિક્ષક પોતાના ખભા પર રાશનની બોરી લઈને પાણીથી ભરેલો રસ્તો પાર કરી રહ્યો છે. બંને શિક્ષકો પગપાળા પાણી પાર કરી રહ્યા છે.

બલરામપુરના રહેવાસી લાખને કહ્યું, ખાડિયા ડામર ગ્રામ પંચાયતની સરકારી શાળામાં બે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. તેઓ અહીં પગપાળા આવે છે. હું આ શિક્ષકોના સમર્પણને સલામ કરું છું. આ અંગે બલરામપુર જિલ્લાના શિક્ષણ અધિકારી બી.એક્કાએ કહ્યું, ‘મેં આ બાબતની નોંધ લીધી છે. અમારા બે શિક્ષકો સુશીલ યાદવ અને પંકજ ત્યાં પોસ્ટેડ છે. શાળા ટેકરીઓ પર આવેલી છે, આ કાર્ય માટે હું તેમને સલામ કરું છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *