India Vs New zealand: ટીમ ઇન્ડિયાએ ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવીને સિરીઝ 3-0થી ક્લિન સ્વિપ કરી લીધી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ઓપેનીંગ બેટ્સમેન શુભમન ગિલ, કેપ્ટન રોહિત શર્મા અને ટીમે 8 મોટા રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે આ સ્ટોરીમાં આપણે એ રેકોર્ડ્સ વિશે વાત કરીશું…
શુભમન ગિલ વન-ડે ક્રિકેટમાં 21 ઇનિંગ્સમાં વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 21 વન-ડેની 21 ઇનિંગ્સમાં 73.76ની એવરેજથી 1254 રન બનાવ્યા છે. ગિલની પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનના ઈમામ ઉલ હકના નામે હતો. ઈમામે તેના કરિયરની પહેલી 21 ઇનિંગ્સમાં 60.56ની એવરેજથી 1090 રન બનાવ્યા હતા.
આટલું જ નહીં, 22, 23 અને 24 ઇનિંગ્સ પછી પણ ગિલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કારણ કે 24 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનવાનાર નો રેકોર્ડ 1194 રન (જોનાથન ટ્રોટ, ઇંગ્લેન્ડ)નો છે. ગિલ આનાથી વધુ રન બનાવી ચૂક્યો છે. 25 ઇનિંગ્સનો રેકોર્ડ બાબર આઝમના નામે છે. બાબરે તેમની પ્રથમ 25 ઇનિંગ્સમાં 1306 રન બનાવ્યા છે. એટલે કે જો ગિલ આગામી ત્રણ ઇનિંગ્સમાં 53 રન બનાવી લે તો બાબરનો આ રેકોર્ડ પણ તૂટી શકે છે.
આવતીકાલે ફટકારેલી શાનદાર સદીની ઇનિંગની મદદથી ગિલે બાબર આઝમના સાત વર્ષના જૂના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ ત્રણ મેચની વન-ડે સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો છે. 2016માં બાબરે વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 360 રન બનાવ્યા હતા. ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની સિરીઝમાં પણ 360 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાએ આવતીકાલની મેચમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ 385/9નો સ્કોર બનાવ્યો છે. જો તેઓએ આવતીકાલ 8 રન વધુ કર્યા હોત, તો વન-ડેમાં કિવીઝ સામે સૌથી વધુ સ્કોર બની જાત. ભારતે 2009માં ક્રાઇસ્ટ ચર્ચ વન-ડેમાં કિવીઝ સામે 392/4નો સ્કોર બનાવ્યો છે.
રોહિત શર્મા અને શુભમન ગિલે ન્યૂઝીલેન્ડની સામે વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવી લીધો છે. આ બન્નેએ પહેલી વિકેટ માટે 212 રન બનવ્યા હતા. આ પહેલાંનો આ રેકોર્ડ ભારત બે ઓપેનીંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરના નામે હતો. આ બન્નેએ 2009માં હેમિલ્ટનમાં 201 રન બનવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતના તમામ બેટ્સમેન મળીને 19 છગ્ગા માર્યા હતા. આ વન-ડેમાં સૌથી વધુ છગ્ગા મારવાના અગાઉના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમે 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે પણ 19 સિક્સો મારી હતી. ત્યારે એકલા રોહિત શર્માએ જ 16 સિક્સો મારી હતી.
રોહિત શર્માએ વન-ડે કરિયરની 30મી સદી ફટકારી હતી. આની સાથે, તેમણે બેટ્સમેન રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. હવે આ લિસ્ટમાં ભારત ના બે બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરાટ કોહલી તેમની આગળ છે. એટલે કે તેઓ હવે વન-ડેમાં સેન્ચુરી ફટકારવામાં ત્રીજા નંબરે પોહચી ચૂકયા છે.
શુભમન ગિલે વધુ એક રેકોર્ડની બનવી લીધો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં 360 રન બનાવ્યા છે. એટલે તેમને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ 23 વર્ષની ઉંમરે સૌથી વધુ પ્લેયર ઑફ ધ સિરીઝનો અવોર્ડ જીતનાર પ્રથમ બેટ્સમેન છે. શુભમને ત્રીજીવાર પ્લેયર ઑફ ધ સિરીઝનો અવોર્ડ જીત્યો છે.
શુભમન ગિલ સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ભારતીય ઓપેનીંગ બેટ્સમેન બની ગયો છે. તે અગાઉ જ સૌથી વધુ ઝડપી 1000 રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન બની ચૂકયા છે. પણ ગઈકાલે તેણે સૌથી ઝડપી 1000 રન પૂરી કરનાર ભારતીય ઓપેનીંગ બેટ્સમેન બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.