Team India T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ભારતીય ટીમનો ટોપ બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો છે. ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી શક્યા ન હતા. વિરાટ કોહલીએ પણ ધીમી ઇનિંગ રમીને ટીમમાં દબાવ વધાર્યો હતો. સેમિફાઇનલમાં કઇ ભૂલો ભારે પડી, આવો જાણીએ…
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2022: ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે (10 નવેમ્બર) રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારત બહાર થઈ ગયું હતું, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 13 નવેમ્બરે પાકિસ્તાન સામે ફાઈનલ રમશે.
આ હારથી ભારતીય ચાહકો ખૂબ જ નિરાશ છે. દરેક વ્યક્તિ ટીમ ઈન્ડિયાની ભૂલોની વાત કરી રહ્યો છે. પરંતુ મોટી વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની ભૂલોમાંથી કંઈ શીખ્યું નથી. રાહુલ દ્રવિડના કોચિંગ અને રોહિત શર્માની કપ્તાની હેઠળ, ટીમ ભૂલોનું પુનરાવર્તન કરતી રહી અને સેમિફાઇનલમાં તેનો ફટકો સહન કરવો પડ્યો. આવો એક નજર કરીએ કેટલીક મોટી ભૂલો પર…
રોહિત-રાહુલનો ફ્લોપ શો
ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતીય ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માનો ફ્લોપ શો સૌથી મોટી હારનું કારણ બની ગયો છે. રાહુલ ટી20 વર્લ્ડ કપમાં મોટી ટીમો અને મોટી મેચોમાં સતત નિષ્ફળ રહ્યો છે. આ વખતે પણ તે 5 બોલમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. પરંતુ જ્યારે સુકાની રોહિત શર્માએ સતત બે ચોગ્ગા ફટકાર્યા ત્યારે લાગતું હતું કે તે ફોર્મમાં પરત ફરશે.
પરંતુ આ અપેક્ષા અર્થહીન સાબિત થઈ. રોહિત 28 બોલમાં માત્ર 27 રન બનાવીને આઉટ થયો હતો. તે તેની ધીમી ઈનિંગ માટે ટ્રોલ પણ થઈ ગયો હતો. T20 જેવા ફોર્મેટમાં બેટ્સમેન 28 બોલમાં 50થી વધુ રન બનાવે છે. પરંતુ રોહિત સમગ્ર ટૂર્નામેન્ટમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. આ T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી કેએલ રાહુલે 6 મેચમાં માત્ર 128 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ પણ એટલી જ મેચોમાં માત્ર 116 રન બનાવ્યા છે. આ સિઝનમાં રાહુલે બે અને રોહિતે એક ફિફ્ટી ફટકારી હતી.
સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોની બરાબરની ધોલાઈ થઇ હતી. ભુવનેશ્વર કુમારે માત્ર 2 ઓવરમાં 25 રન આપી બેસ્યો હયો, જ્યારે મોહમ્મદ શમી પણ આ મેચમાં ભારે સાબિત થયો હતો. આ જ કારણ હતું કે ટીમ ઈન્ડિયા એક પણ વિકેટ લઈ શકી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.