એશિયા કપ દરમિયાન આ આલીશાન હોટલમાં રોકાયા છે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, એક દિવસનું ભાડું જાણી હોશ ઉડી જશે

એશિયા કપ 2022 ના યજમાન શ્રીલંકા હતું પરંતુ પરીસ્થિતિની ધ્યાનમાં રાખીને એશિયા કપ દુબઈમાં રમાઈ રહ્યો છે. તમામ ટીમો આ મોટી ટુર્નામેન્ટ માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવી પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન લઇ લીધું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને દુબઈના એક આલીશાન રિસોર્ટમાં રાખવામાં આવી છે. આ રિસોર્ટનું એક દિવસનું ભાડું જાણીને તમને ખુબ જ આશ્ચર્ય થશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાને અન્ય તમામ ટીમોથી અલગ રાખવામાં આવી છે. દુબઈ પહોંચેલી ટીમ ઈન્ડિયા હાલ પામ જુમેરાહ રિસોર્ટમાં રોકાઈ છે. પામ જુમેરાહ રિસોર્ટ મનોરંજનના સ્ત્રોતોથી ભરપૂર છે. હોટેલની અંદર જ 3d, 4dx થિયેટર છે. શોપિંગ માટે રિસોર્ટની અંદર ઘણી શોપ છે. આ રિસોર્ટમાંથી આખા શહેરનો સુંદર નજારો દેખાય છે.

પામ જુમેરાહ રિસોર્ટ વિશ્વની સૌથી લક્ઝુરિયસ હોટેલ્સમાંની એક છે. હોટેલનો પોતાનો બીચ પણ છે જે તેની બરાબર સામે છે. ટીમ ઈન્ડિયા સિવાય અન્ય તમામ ટીમોને બિઝનેસ બે હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પામ જુમેરાહ રિસોર્ટમાં એક દિવસના રોકાણનું ભાડું ઓછામાં ઓછું 30,000 રૂપિયા છે અને સિઝનમાં તે 50-80 હજાર સુધી પહોંચી જાય છે. ટી20 વર્લ્ડ કપ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા આ હોટલમાં રોકાઈ હતી.

એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમ ભાગ લીધો છે. અને આજે ભારત તેની બીજી મેચ હોંગકોંગ સાથે રમશે. આ મેચ સાંજના ૭:૩૦ વાગ્યે શરુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *