IPL 2023 ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર- આટલી ટીમો જ રમશે આઈપીએલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બે નવી ફ્રેન્ચાઈઝી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. IPLની આ સિઝનમાં, ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તેમની પ્રથમ…

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બે નવી ફ્રેન્ચાઈઝી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. IPLની આ સિઝનમાં, ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તેમની પ્રથમ સિઝન રમી હતી અને ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝનમાં IPL કપ જીત્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ સીઝનની મેગા ઓક્શનમાં તમામ 10 ટીમોએ પોતાની ટીમમાં ઘણા શાનદાર ખેલાડીઓને સામેલ કર્યા હતા. હવે તમામ ભારતીય ચાહકો આગામી IPL સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે IPL 2023ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ નિયુક્ત આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે નિવેદન આપ્યું છે કે આગામી સિઝનમાં વધુ કોઈ ફ્રેન્ચાઈઝી ટીમને સામેલ કરવામાં આવશે નહીં, આગામી સિઝન પણ આ 10 ફ્રેન્ચાઈઝી ટીમો વચ્ચે રમાશે.

અરુણ ધૂમલે કહ્યું, ‘IPLની આગામી સિઝનમાં પણ 10 ટીમો જ રમશે. જો વધુ ફ્રેન્ચાઇઝી ટીમો વધારશો તો ટૂર્નામેન્ટમાં ઘણી મુશ્કેલી પડી શકે છે. અમે પ્રથમ બે સિઝનમાં 74 મેચો સાથે શરૂઆત કરવા માગીએ છીએ, પછી 84 અને જો બધું બરાબર ચાલે છે, તો મીડિયા અધિકારોના પાંચમા વર્ષમાં 94 મેચો રમાશે, જે IPL ને એક લાંબી ઇવેન્ટ બનાવે છે.

ક્રિકેટ અન્ય રમતોથી ખૂબ જ અલગ છે: અરુણ ધૂમલ
અરુણ ધૂમલના મતે, ક્રિકેટમાં એવું શક્ય નથી કે વિશ્વભરની તમામ શ્રેષ્ઠ ફૂટબોલ લીગની જેમ એક ડઝનથી વધુ ટીમો ભાગ લે. આ એટલા માટે પણ છે કારણ કે ક્રિકેટ મેચ કરાવવામાં ઘણી બધી વસ્તુઓ જોવી પડે છે. તેમના મતે, ફૂટબોલ જે રીતે આખા વર્ષ દરમિયાન તેની મેચોનું આયોજન કરે છે, તે ક્રિકેટ લીગમાં શક્ય નથી, કારણ કે એક જ પીચ પર 6 મહિના સુધી રમવું શક્ય નથી.

અરુણ ધૂમલે વધુમાં કહ્યું કે, ‘અમે ફૂટબોલ કે અન્ય સ્પોર્ટ્સ લીગની સરખામણી કરી શકતા નથી કારણ કે તે ક્રિકેટથી ઘણી અલગ છે. તમે એક જ પિચ પર 6 મહિના સુધી રમી શકતા નથી. ભવિષ્યમાં અમે ટીમો વધારવા પર ચર્ચા કરીશું પરંતુ હાલ માટે અમે આગામી સિઝન માત્ર 10 ટીમો સાથે જ રમીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *