ઘરમાં ઘૂસીને એક તરફી પ્રેમીએ છરીના 32 ઘા ઝીંકીને સગીરાને વેતરી નાખી- જાણો કયાની છે ઘટના

હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના જેતલપુર ગામમાં એકપક્ષીય પ્રેમસંબંધને કારણે યુવતીનાં ઘરમાં ઘુસી જઇ યુવતીને મારી નાંખી હતી. હત્યાના આરોપીએ પણ યુવતીના ભાઈની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પડોશીઓએ તેને બચાવી લીધો હતો. ભાઈના શરીરમાં પણ 4 જેટલા છરીના ઘા માર્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીને તેના પિતાએ ઘરેથી કાઢી મુક્યો હતો :
મળતી માહિતી મુજબ, જયેશ સરવૈયા ધોરણ 11માં જેતપુર ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની ક્રિષ્ટી રૈયાણીની સાથે એકતરફી પ્રેમ હતો. જયેશે અનેક વખત એની સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે જ સમયે, યુવતીએ ઇનકાર કર્યો હતો. આ કારણે જયેશ તેને ઘણી વાર પરેશાન કરવાનું શરૂ કરતો હતો.

તાજેતરમાં જ સૃષ્ટિએ તેના પરિવારના સભ્યોને આ વાત જણાવી હતી. આની સાથે એના પિતાએ આરોપી જયેશના પિતા ગિરધારની સાથે પણ વાત કરી હતી. જેથી આરોપીના પિતાએ જયેશને ઘરેથી કાઢી મુક્યો હતો.

ઘરમાં ઘૂસીને કરી હત્યા :
બુધવારની સવારે યુવતીના માતાપિતા બહાર ગયા ત્યારે તેનો ભાઈ ઘરમાં હાજર હતો. આ દરમિયાન જયેશ છરી લઇને ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે સૃષ્ટિ પર છરીના અનેક હુમલા કર્યા હતા. બહેનને બચાવવા માટે તેનો ભાઈ જ્યારે વચ્ચે આવ્યો ત્યારે આરોપીઓએ તેના ઉપર ચારથી પાંચ વાર છરાથી હુમલો કર્યો હતો.

યુવતીનું રુદન સાંભળીને પડોશીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભાઈને બચાવ્યો હતો. આ જ સમયે, હોસ્પિટલમાં પહોંચતા પહેલા યુવતીનું મોત નીપજ્યું હતું. જયેશ ઘટના બાદ ભાગી ગયો હતો, જેની પોલીસે ધરપકડ કરી હતી.

વિરોધમાં ગામ બંધ :
હત્યાના વિરોધમાં ગ્રામજનોએ ગામ બંધનું એલાન આપ્યું હતું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આની સાથે જ આરોપીઓને હવાલે કરવા જણાવ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓને સમજાવ્યા બાદ લોકો શાંત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *