મોબાઈલને ચાર્જિંગમાં રાખી વાત કરવી પડ્યું ભારે- જુવાનજોધ દીકરીને આવ્યો જીવ ગુમાવવાનો વારો

મોટાભાગના બાળકો હાલમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરતા થઈ ગયા છે. મોબાઇલનો વધુ પડતો વપરાશ બાળકોની માટે જીવલેણ બની શકે છે. હાલમાં આવી જ એક ઘટના રાજ્યના મહેસાણા જીલ્લામાંથી સામે આવી છે. આવો જાણીએ આ ઘટના વિષે વિગતવાર…

મહેસાણાનાં બહુચરાજી તાલુકામાં આવેલ છેટાસણા ગામમાં ગઈકાલે સવારનાં સુમારે મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને વાત કરતી સમયે મોબાઇલ ધડાકા સાથે ફૂટી જતાં ગંભીર રીતે ઇજા પામેલ કિશોરીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

છેટાસણામાં રહેતા દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા સવારમાં 9 વાગ્યાના સુમારે ઘરની રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને વાત કરી રહી હતી. આ સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટતા ધડાકાનો અવાજ સાંભળી આજુબાજુ લોકો એકત્ર થઇ ગયા હતા તેમજ રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાને લીધે મોત થયું હતું.

જ્યારે ઘરમાં ભરેલ સૂકો ઘાસચારો સળગી જતાં લોકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઓલવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે જ ગામના તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરાવવામાં આવ્યું હતું. જો કે, અકસ્માતે ઘટના બની હોવાથી પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઇ ગામલોકોમાં ગભરાટ ફેલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *