એક યુવતીના પ્રેમમાં બે પાગલ પ્રેમી: ટાબરિયાઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ, 16 વર્ષના કિશોરની હત્યા અને…

પહેલા તો મોટા યુવકો એક બીજાની હત્યા કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હતા પરંતુ હવે તો ટાબરિયાઓ પણ હત્યા કરતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, હાલોલ તાલુકાના તલાવડીમાં એક જ યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં બે પ્રેમીઓ વચ્ચેની હરિફાઇ લોહીયાળ બની હતી.

બંને વચ્ચે ચાલી રહેલી માથાકૂટમાં વચ્ચે પડેલા 16 વર્ષના કિશોરની હત્યા કરવામાં આવી હતી. આ યુવાનને ગંભીર ઈજા પહોચતા હાલોલ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પાવાગઢ હત્યા અને એટ્રોસિટી સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ,ઘાટા ગામમાં રહેતા મહેશ સોમાભાઇ રાઠવા મોબાઇલ પર અમરાપુર ગામના સંજય કંચન પરમારનો ફોન આવ્યો હતો. હું તારા ગામમાં આવું છું અને આપણે રૂબરૂ મળીએ. તેથી બપોરે સંજય અને જયદેવ વિઠ્ઠલપરમાર બાઈક લઈને આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય બાઇકો પર તલાવડીના સ્મશાન નજીક જંગલમાં ગયા હતા.

બાદમાં જયદેવે મહેશને કહ્યું કે, હિતેન્દ્રને ફોન કરી બોલાવો તેનું કામ છે, તેમ કહેતા મહેશે હિતેન્દ્રને ફોન કર્યો હતો. જેથી હિતેન્દ્ર તેના મિત્ર દશરથને સાથે લઇને જંગલમાં આવી પહોંચ્યો હતો. થોડા સમય આ પાંચેય મિત્રોએ વાતચીત કરી હતી. આ દરમિયાન જયદેવ હિતેન્દ્રને થોડું દુર લઈ ગયો હતો. ત્યારે જયદેવે સાથે લાવેલા ખંજર વડે હિતેન્દ્ર પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન હિતેન્દરે બુમો પડતા નજીકમાં રહેલા મહેશ, સંજય અને દશરથ દોડી ગયા હતા. તેઓ મહેશને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન સંજયે પય્દેવને પાછળથી પકડીને ખંજર પકડી લીધું. ખંજર એટલું ધારદાર હતું કે, તેનો હાથ પણ ચિરાઈ ગયો હતો. ત્યાર્વાદ 16 વર્ષનો દશરથ ગભરાઈ ગયો અને પોતાના મિત્રને બચવવા તે પણ વચ્ચે પડ્યો હતો.

આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવી ત્યાંથી ભાગી છુટતા સમગ્ર ઘટના અંગે જાણ કરશે તેવી બીકથી દશરથે લોહીથી લથબથ હાલતમાં જીવ બચાવી ભાગી રહેલા દશરથને સંજય અને જયદેવે પકડી ખંજરના ઘા ઝિંકી દીધા હતા. જેથી દશરથનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યાબાદ બંને હત્યારા ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

જાણવા મળ્યું છે કે, હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવી રોડ પર આવી 108 બોલાવી હાલોલ રેફરલ હોસ્પિટલ ગયા હતા. આ દરમિયાન હિતેન્દ્રની પરિસ્થિતિ ખુબ જ નાજુક હોવાથી તેને હાલોલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પાવાગઢ પોલીસ દ્વારા હત્યારા જયદેવ પરમાર અને સંજય પરમાર વિરુદ્ધ હત્યા, હુમલો, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *