ચુંટણી પહેલા ફરીવાર અહેમદ પટેલનું નામ આવ્યું ચર્ચામાં, દીકરીએ કહ્યું અવસાન બાદ પણ ગુજરાતની રાજનીતિમાં ભાજપને મારા પિતાનું નામ લેવું પડે છે

ગુજરાત(Gujarat): રાજ્યની પોલીસે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ(Teesta Setalvad)ની જામીન અરજીનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે તે કોંગ્રેસ(Congress)ના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ(Ahmed Patel) દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) વિરુદ્ધ ઘડવામાં આવેલા “મોટા કાવતરા”નો ભાગ છે. 2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું ઘડવા બદલ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં ધરપકડ કરાયેલા બે માણસોમાંથી સેતલવાડ એક છે.

ગુજરાત પોલીસની SITએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તિસ્તા સેતલવાડ 2002ના રમખાણો પછી રાજ્યમાં ભાજપ સરકારને તોડી પાડવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના કહેવાથી “મોટા કાવતરા”નો ભાગ હતો.

જેના પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “2002માં થયેલા સાંપ્રદાયિક નરસંહાર માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કોઈપણ જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા તે વડાપ્રધાનની પદ્ધતિસરની વ્યૂહરચનાનો એક ભાગ છે.” આ નરસંહાર ને અંકુશમાં લેવાની અનિચ્છા અને અસમર્થતાને કારણે જ ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના રાજધર્મની યાદ અપાવી હતી.

કોંગ્રેસની પ્રતિક્રિયા પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘ગુજરાતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર તિસ્તા સેતલવાડ અને તેના સહયોગીઓ દ્વારા અહેમદ પટેલના કહેવાથી ઘડવામાં આવ્યું હતું. અહેમદ પટેલ જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.

એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે SITનો જવાબ રેકોર્ડ પર લીધો હતો અને જામીન અરજી પર સુનાવણી સોમવારે નિયત કરી હતી. ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા બદલ પૂર્વ IPS અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે.

અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ટ્વીટ કરીને જાણો શું કહ્યું?
ગુજરાત રમખાણા વખતે તિસ્તા સેલતવાડને અહમદ પટેલે બે વખત રૂપિયા આપીને મદદ કરવામાં આવી હતી. આ આક્ષેપના બચાવમાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ટ્વિટ કરીને જવાબ આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020 સુધી કેમ મારાં પિતા પર કેસ ન ચલાવવામાં આવ્યો? વિપક્ષને બદનામ કરવા માટે આ પ્રકારના ષડ્યંત્રોની વાતો થઈ રહી છે.

SITએ તેના સોગંદનામામાં લખ્યું છે કે, આ મોટા ષડયંત્રને અંજામ આપતી વખતે અરજદાર (સેતલવાડ)નો રાજકીય ઉદ્દેશ્ય ચૂંટાયેલી સરકારને બરતરફ કરવાનો અથવા તેને અસ્થિર કરવાનો હતો. નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાના બદલામાં હરીફ રાજકીય પક્ષો પાસેથી ગેરકાયદેસર નાણાકીય અને અન્ય લાભો અને પુરસ્કારો મેળવવામાં આવ્યા હતા.

એક સાક્ષીના નિવેદનનો ઉલ્લેખ કરતા એસઆઈટીએ કહ્યું કે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે સેતલવાડને 2002 પછીના ગોધરા રમખાણો પછી અહેમદ પટેલના કહેવા પર 30 લાખ રૂપિયા મળ્યા હતા.

SIT એ એવો પણ દાવો કર્યો હતો કે “સેતલવાડ ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓને રમખાણોના મામલામાં ફસાવવા માટે દિલ્હીમાં તે સમયે સત્તામાં રહેલી એક મોટી રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓને મળતા હતા”.

અન્ય એક સાક્ષીને ટાંકીને, એવો દાવો કરવામાં આવે છે કે સેતલવાડે 2006માં કોંગ્રેસના એક નેતાને પૂછ્યું હતું કે પાર્ટી શા માટે “ફક્ત શબાના અને જાવેદને જ તક આપી રહી છે” અને શા માટે તેઓને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા નથી.

ગયા મહિને સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપવામાં આવેલી ક્લીનચીટને માન્ય રાખ્યાના એક દિવસ બાદ સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *