જૈસલમેરમાં ક્રેશ થયું ફાઈટર પ્લેન તેજસ: પોખરણમાં ચાલી રહેલા યુદ્ધાભ્યાસમાં સામેલ હતું; PM મોદી પણ હાજર, જાણો સમગ્ર ઘટના

Tejas Plane Crash: રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત જેસલમેરના રણ વિસ્તારમાં થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. ક્રેશ થયેલું પ્લેન તેજસ(Tejas Plane Crash) હોવાનું કહેવાય છે જે પોખરણમાં ચાલી રહેલી ત્રિ-સેવા કવાયત ‘ભારત શક્તિ’માં સામેલ હતું.

હોસ્ટેલ પર પ્લેન પડ્યું, બિલ્ડિંગ ધરાશાયી
આ ફાઈટર પ્લેન જેસલમેર શહેર નજીક ભીલ સમુદાયની હોસ્ટેલ પર પડ્યું છે. પડ્યા બાદ તેમાં આગ લાગી હતી. આ ફાઈટર પ્લેન લગભગ એક કલાક સુધી સળગતું રહ્યું અને આગની જ્વાળાઓ કેટલાય મીટર ઉંચી ઉછળી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ફાઈટર પ્લેનમાં બે પાઈલટ હતા જેઓ ફાઈટર પ્લેન ક્રેશ થતા પહેલા પેરાશૂટની મદદથી નીચે કૂદી પડ્યા હતા. બંને પાયલોટ સુરક્ષિત છે. એક તરફ જેસલમેરથી 100 કિલોમીટર દૂર પોખરણ ફાયરિંગ રેન્જમાં ત્રણેય સેનાઓ દ્વારા યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર છે. બીજી તરફ આ ફાઈટર પ્લેન જેસલમેર શહેર પાસે ક્રેશ થયું છે.

ભવ્ય કવાયત ‘ભારત શક્તિ’માં શક્તિનું પ્રદર્શન
મેગા કવાયત ‘ભારત શક્તિ’ મંગળવારે બપોરે રાજસ્થાનના પોકરણના રણ વિસ્તારમાં શરૂ થઈ હતી. આ અંતર્ગત ત્રણેય સેનાઓના સ્વદેશી નિર્મિત સંરક્ષણ ઉપકરણોની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની ‘ભારત શક્તિ’ કવાયતને નિહાળી હતી. લગભગ 50 મિનિટ સુધી સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંકલિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશના ટોચના સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે સેનાની ત્રણેય પાંખો પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહી છે. આ યુદ્ધ કવાયત જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ પોખરણ પહોંચી ગયા હતા.ત્યારે હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. સાથે જ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.