Tejashwi Became Father: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ Tejashwi Yadav પિતા બની ગયા છે. તેમની પત્ની રાજશ્રી યાદવે એક બાળકીને જન્મ આપ્યો છે. તેની બહેન રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ સિવાય તેજસ્વી યાદવે પણ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
ईश्वर ने आनंदित होकर पुत्री रत्न के रूप में उपहार भेजा है। pic.twitter.com/UCikoi3RkM
— Tejashwi Yadav (@yadavtejashwi) March 27, 2023
આ વિશે માહિતી આપતાં તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું કે ભગવાને ખુશીમાં દીકરી રત્નના રૂપમાં ભેટ મોકલી છે. સાથે જ રોહિણી આચાર્યએ પણ તેજસ્વી યાદવના પિતા બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું- “નાની દેવદૂત બનીને મારા ઘરે મહેમાન બનીને આવી છે, ખુશીની ભેટ લઈને આવી છે, દાદા-દાદી બનવાની ખુશીમાં માતા-પિતાના ચહેરા પર સ્મિત લાવી છે.” અન્ય ટ્વિટમાં તેણે લખ્યું- “આજે મારા ઘર અને આંગણામાં કિલકિલાટનો ગુંજ છે; ભગવાને આવી ખુશીની ભેટ આપી છે.”
આ સિવાય તેણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે ભાઈ અને ભાભીના ચહેરા પર ખુશી છવાઈ છે, મારા ઘરમાં ખુશી હંમેશા આવી જ રહે, મન ખુશીના સાગરમાં ડૂબી જાય. પિતા બનવાની ખુશીમાં તેજસ્વી યાદવના ચહેરા પર આવી ખુશી દેખાતી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા તેજસ્વી યાદવના પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સમાચાર એટલા વાયરલ થયા હતા કે કે RJD ના એક MLC સુનીલ કુમાર સિંહે એક પોસ્ટ લખીને તેને અફવા ગણાવવી પડી હતી. જોકે હવે આ સમાચાર સાચા પડ્યા છે અને તેજસ્વી યાદવ અને લાલુપ્રસાદ યાદવના પરિવારમાં ખુશી વ્યાપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.