તેલંગાણા(Telangana)માં ભાજપ(BJP) નેતા ગનાનેંદ્ર પ્રસાદ(Gnanendra Prasad) તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે કહ્યું, ‘અમને સોમવારે તેના ઘરેથી આપઘાતની માહિતી મળી હતી. ગનાનેંદ્ર પ્રસાદ પંખા સાથે લટકીને અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને હાલમાં તેની તપાસ ચાલુ છે.
Telangana | BJP leader Gnanendra Prasad found dead at his residence y’day morning in Miyapur PS limits. Police say, “We received info of suicide & found him hanging from a ceiling fan; identified him as Gnanendra Prasad. Reason for suicide is not known. Case registered, probe on”
— ANI (@ANI) August 9, 2022
ANI ન્યૂઝ એજન્સી અનુસાર, પોલીસે જણાવ્યું કે, ગનાનેંદ્ર પ્રસાદ સરલિંગમપલ્લી મતવિસ્તારમાંથી પાર્ટીની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય હતા. તેમના અંગત મદદનીશએ તેમને પેન્ટહાઉસના એક રૂમમાં પંખાથી લટકેલા જોવા મળ્યા હતા. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેમને મૃત નેતાની કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, ભાજપના નેતાને અકસ્માત થયો હતો અને તેના પગમાં ફ્રેક્ચર થયું હતું.
પીએએ પોલીસને જણાવ્યું કે સોમવારે સવારે ગનાનેંદ્ર પ્રસાદ તેમના પીએને કહ્યું કે તેઓ ઊંઘી રહ્યા હોવાથી તેમને કોઈ હેરાન કરશે નહીં. બાદમાં જ્યારે પીએ નાસ્તો આપવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. આ પછી પીએએ બારીનો કાચ તોડ્યો તો તેણે જ્ઞાનેન્દ્ર પ્રસાદ રૂમમાં પંખાથી લટકેલા જોવા મળી આવ્યા હતા. સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.