હાડ થીજવતી ઠંડીમાં ઠુઠવાવા તૈયાર રહેજો ગુજરાતીઓ! 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, સૌથી નીચું નલિયામાં

Gujarat Winter Update News: ગુજરાતભરમાં કમોસમી વરસાદ પછી હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આંકડાઓ અનુસાર રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું…

Gujarat Winter Update News: ગુજરાતભરમાં કમોસમી વરસાદ પછી હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આંકડાઓ અનુસાર રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પછી હવે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. આજે વહેલી સવારથી અનેક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ પછી ઠંડીમાં વધારો(Gujarat Winter Update News) થતાં લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા.

ક્યાં કેટલું નોંધાયું તાપમાન ?
સરકારી આંકડાઓ અનુસાર, વરસાદ પછી અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 18, સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન તો નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે દ્વારકામાં 19.8, પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં આજે ઘણી જગ્યાએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગઈકાલે અને પરમ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલ કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ તરફ આજે ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આજે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી  
ગુજરાતમાં આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વરસાદની આગાહી છે તો બોટાદ, કચ્છમાં પણ માવઠું પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ 
રાજ્યમાં અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કાલકા દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો જ્યારે કુંકરમુંડામાં પોણા 2 ઈંચ, નવસારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *