દુનિયાનું એક માત્ર એવું મંદિર કે જ્યાં મસ્તક વિનાના બિરાજમાન છે ગણેશજી, જાણો અનેરો ઈતિહાસ 

Munkatiya Temple in Uttarakhand: ગણેશ ચતુર્થીનો પવન પર્વ ચાલી રહ્યો છે. તેથી દરેક લોકોમાં ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ દરેક લોકો 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ખુબ જ ભાવ ભક્તિ પૂર્વક કરશે. ત્યારે ભારતના ગણેશ મંદિરોમાં વિધ્નહર્તાની કાયમી આરાધના કરવામાં આવે છે. કોઇ પણ શુભ પ્રસંગે સુંઢાળા ગણપતિને પહેલા યાદ કરવામાં આવે છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એક મસ્તક વિનાના ગણેશ બિરાજમાન છે. આ દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે.

હવે આ ગણેશજી વિશે વાત કરીએ તો, પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્ચે યુધ્ધ થયું, ત્યારે શીવના ત્રિશુલથી ગણેશનો શિરચ્છેદ થયો હતો. ત્યાર પછી ધડ પર હાથીનું મસ્તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. મુંડ એટલે મસ્તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. તેથી અહીં ભગવાન ગણેશની મૂર્તિ મસ્તક વિનાની હોવાને કારણે આ મંદિરને સ્થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે.

લોકો મુડકટિયા ગણપતિ પર ખૂબ શ્રધ્ધા ધરાવે છે. તેમજ આ સ્થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે. મસ્તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા પ્રવાસીઓ આ મંદિરે અચૂક આવે છે.

આ સિવાય ઉતરાખંડમાં ગણેશ સાથે સંકળાયેલું બીજુ એક તીર્થ આવેલું છે. આ સ્થળ બદ્રીનાથથી 5 કિમી દૂર છે જેને વ્યાસપોથી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માઁણા ગામંની વ્યાસ ગુફામાં ગણેશજીએ મહાભારતની કથા લખી હતી. અહીં ગણેશજી અને વેદ વ્યાસના દર્શન કરવા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *