મોડી રાતે એક ટેમ્પો ચાલક ટર્ન મારવા જતા ટેમ્પો પલટી ગયો હતો. આ ટેમ્પા નીચે એક મહિલા અને એક પુરૂષ દબાઈ ગયા હતા. ટેમ્પો નીચે દબાતા બન્નેના મોત નીપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર દમણના સોમનાથ નજીક રાત્રે ટર્ન મારવા જતા ટેમ્પો પલટી મારી ગયો હતો. રાહદારીઓ અને લોકો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક દમણ પોલીસને અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. દમણ પોલીસને ઘટનાનની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ શરુ કરી હતી.
ક્રેન વડે ટેમ્પો ઊંચકી સીધો કરતા ટેમ્પા નીચે એક મહિલા અને એક પુરૂષની લાશ પ્રાપ્ત થઇ હતી. મહિલા અને પુરૂષની લાશનો કબ્જો લઈ બેભાન અને ઇજગ્રસ્ત ટેમ્પા ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાનું તારણ સમજવા નજીકની દુકાનોના CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દમણના સોમનાથમાં વિચિત્ર અકસ્માત થતા સ્થકનીક લોકો અને વાહન ચાલકોમાં હોબાળો મચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle