મંદસૌર (Mandsaur)માં શિવના નદીના કિનારે આવેલા વિરાજીત પશુપતિનાથ મંદિર (Pashupatinath Temple)ના દર્શન કરવા માટે દરરોજ સેંકડો લોકો અહીં પહોંચે છે. વિશ્વમાં આ એકમાત્ર અષ્ટમુખી પશુપતિનાથ મહાદેવ(Mahadev) છે, સમગ્ર વિશ્વમાં એવી બીજી કોઈ મૂર્તિ નથી કે જ્યાં ભગવાન શિવની આઠ મુખવાળી પ્રતિમા હોય. આ પ્રતિમાની ઉપરના ચાર મુખ શિવના બાળપણ, યુવાની, આધેડ અને વૃદ્ધાવસ્થાનું વર્ણન કરે છે.
અહિયાં એવી માન્યતા છે કે, અષ્ટમુખી પશુપતિનાથના દર્શનથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. 19 જૂન 1940ના રોજ આ અષ્ટમુખી શિવલિંગને શિવના નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે શિવલિંગને સૌપ્રથમ ધોબી જે પથ્થર પર દરરોજ કપડા ધોતો હતો, ક્યારેક ક્યારેક તે પથ્થરમાંથી અવાજો આવતા હતા. પરંતુ ધોબી એ અવાજોને ધ્યાનમાં લેતો ન હતો. પરંતુ એક દિવસ આ શિવલિંગમાંથી એવો આવજ આવ્યો કે જેને સાંભળીને તે તેના ઘર તરફ ભાગી ગયો.
તેણે ઘરે જઈને દરેકને આ વાત કહી, પરંતુ કોઈ માન્યું નહિ. આ પછી તેને રાત્રી દરમિયાન સ્વપ્ન આવ્યું કે તે જે પથ્થર પર કપડાં ધોવે છે તે પથ્થર એક વાર ઉઠાવીને જો. તે પછી તું ક્યારેય તેના પર કપડા ધોશે નહિ. આ પછી બીજા દિવસે જયારે ધોબીએ પથ્થર ઉચકીને જોયું ત્યારે તે ચોકી જાય છે. કારણ કે તેની સામે એક વિશાળકાય અષ્ઠમુખી શિવલિંગ પ્રગટ થયું હતું. ત્યારે ત્યાં લોકોની ભીડ એકઠી થઈ જાય છે. આ પછી દરેકને ખબર પડે છે કે, આ તો ભગવાન પશુપતિનાથ સ્વયં છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, 21 વર્ષ સુધી ભગવાન પશુપતિનાથની મૂર્તિ નદી કિનારે જ પડી હતી. શિવલિંગના આઠ મુખના નામ ભગવાન શિવના આઠ તત્વો, 1- શર્વ, 2- ભવ, 3- રુદ્ર, 4- ઉગ્ર, 5- ભીમ, 6- પશુપતિ, 7- ઈશાન અને 8 મહાદેવના આધારે રાખવામાં આવ્યા છે. આ દરેક તત્વ પશુપતિનાથમાં જોવા મળે છે.
ઈતિહાસકારોના મતે, આ શિવલિંગ સમ્રાટ યશોધર્મનના સમયગાળા દરમિયાન વિક્રમ સંવત 575 ઈ.સ.ની આસપાસ બાંધવામાં આવ્યું હોવું જોઈએ, જેને મૂર્તિ તોડનારાઓથી બચાવવા માટે તેને શિવના નદીમાં ફેંકવામાં આવ્યું હોઈ શકે. કલાકારે પ્રતિમાના ટોચના ચાર ચહેરાઓ સંપૂર્ણપણે બનાવી દીધા હતા, જ્યારે નીચેના ચાર ચહેરાઓનું બાંધકામ ચાલી રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.