સુરતમાં સર્જાયો ભયંકર અકસ્માત: હજીરા રોડ પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા 3ના મોત, 2 ગંભીર 

સુરત(ગુજરાત): સુરત(surat)માં હાલમાં હાઇવે પર અકસ્માત(Accident)ની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ઈચ્છાપુર-હજીરા(Ichchapur-Hazira) રોડ પર જીવલેણ અકસ્માતની ઘટનામાં સુરતના બે ભાઈ સહિત ત્રણને કાળ ભરખી ગયો.

જાણવા મળ્યું છે કે, કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછળ કાર અથડાતાં કારમાં સવાર 3 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યક્તિને ભારે જહેમત બાદ બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું પડીકું વળી ગયું હતું. ફાયર વિભાગની ટીમને કટરથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.

કટરથી પતરું કાપીને મૃતદેહો બહાર કઢાયા
મળતી માહિતી મુજબ, મૂળ ઓડિશાનો અને છેલ્લાં 15 વર્ષોથી સુરતમાં સ્થાયી દિનેશની કારનો કવાસ પાટિયા નજીક અકસ્માત થયો હતો. જેમાં દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત નીપજ્યું હતું. જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતા ગૌતમ ગુણિયલ નામના બાળકનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અને બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મૃતક દિનેશની સુરતમાં ફોટો સ્ટુડિયોની દુકાન હતી
જાણવા મળ્યું છે કે, મૃતક દિનેશની સુરતમાં જ ફોટો સ્ટુડિયોની દુકાન છે. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન, રસ્તામાં ટ્રક સાથે તેની કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *