કર્ણાટક(Karnataka)માં હચમચાવી દે તેવો એક હ્રદયદ્રાવક બનાવ(Heartbreaking incident) સામે આવતા ચકચાર મચી ગઈ છે. ધારવાડ પાસે એક રોડ અકસ્માત(Accident)માં એક સાથે 13 મહિલાઓના કરુણ મોત નિપજ્યા હતા. રોંગ સાઈડથી આવતી ટ્રક અને મીની બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 13 મહિલાઓ(Death of 13 women in Accident)ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બસમાં રહેલી તમામ મહિલાઓ એક જ સ્કૂલની ભૂતપૂર્વ સ્ટુડન્ટ હતી અને ફરવા માટે ગોવા(Goa) જઈ રહી હતી. આ ગોઝારા અકસ્માતથી અનેક પરિવારો છીન્નભીન્ન થઈ ગયા હતા.
દુર્ઘટનાનો મૃત્યુ પામેલ તમામ 17 મહિલાઓ દાવણગેરે ખાતે આવેલી સેન્ટ પોલ કૉન્વેટ શાળાની 1989 બેંચની વિધાર્થીનીઓ હતી. તમામ લોકો એક સાથે મીની બસમાં ગોવા ફરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પુણે-બેંગલુરુ હાઈવે પર ધારવાડ પાસે ટ્રક અડફેટે લેતા 13 મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં મીની બસ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. આ અકસ્માત દરમિયાન મીની બસનો ડ્રાઈવર અને અન્ય 3 મહિલાઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ છે. જેમાં અમુકની સ્થિતિ ખુબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શાળાની બહેનપણીઓ સાથે ગોવા ફરવા જવા અને જૂના દિવસોની યાદ કરવાની આ મજા 13 મહિલાઓ માટે જીવનની આખરી સફર બની ગઈ હતી. જેમના રોડ અકસ્માતમાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ભૂતપૂર્વ સ્ટુડન્ટે ત્રણ દિવસ માટે ગોવા ફરવા જવા માટે પ્લાન બનાવ્યો હતો. જેમાં બે મહિલા સાથે તેમની દીકરીઓ પણ આ બસમાં સવાર હતી. પોલીસે હાલમાં ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. ગોઝારા અકસ્માત બાદ અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હતા. પરિવારજનોના કરુણ આક્રંદથી કેટલાય પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.