સુરતમાં બેફામ બન્યા લુખ્ખા તત્વો, તીક્ષ્ણ હથિયાર વડે હુમલાખોરોએ મચાવ્યો આતંક -જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના ઉધના(Udhana) વિસ્તારમાં આવેલા પટેલનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે. રાત્રિના સમયે હુમલાખોરોએ ખુલ્લી તલવારો અને…

સુરત(Surat): શહેરના ઉધના(Udhana) વિસ્તારમાં આવેલા પટેલનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે. રાત્રિના સમયે હુમલાખોરોએ ખુલ્લી તલવારો અને હથિયારો સાથે એક મકાન પર તલવારના ઘા ઝીંકી દીધા હતાં. સાથે જ હુમલાખોરે આતંક ઉભો કરતાં ઘાતક હત્યારો સાથે હુમલો કરી આજુ બાજુમાં પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. જેથી સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે. સાથે જ પોલીસ કાર્યવાહીની સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસ પર સ્થાનિકોના આક્ષેપ સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું હતું કે, હુમલાખોરો 8 કરતા વધારે હતા. પટેલનગરના લોકોમાં પોતાનો ડર ઉભો કરવાના પ્રયાસ સાથે હુમલો કરાયો હોવાનું માની શકાય છે. જેને લઈ લોકોમાં ખુબ જ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાથી વાકેફ ઉધના પોલીસ દ્વારા મામલો દબાવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસના પણ હોંશ ઉડી ગયા છે. ઘટના પટેલ નગર પોલીસ ચોકીની પાસે હોવા છતાં હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પાછળ પોલીસ અને અસામાજિક તત્વોની સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટના અંગે સોસાયટીના લોકો એકત્રિત થઈ આગામી દિવસોમાં પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવતા કહ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *