Monkey Attacks In Ahmedabad: રાજ્યમાં એક પછી એક કપિરાજના હુમલાના કિસ્સા સામે આવી રહ્યાં છે, અમદાવાદમાં પણ આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.સરખેજ વિસ્તારમાં કપિરાજે અનેક લોકો પર હુમલો કર્યો હતો અને બચકા ભર્યા હતા. કપિરાજે સરખેજ વિસ્તારમાં 30 લોકો પર હુમલો કર્યો હતો.ત્યારે 30 લોકોને કપિરાજે બચકા ભરતાં( Monkey Attacks In Ahmedabad ) ભારે ચકચાર સાથે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સ્થાનિકોએ વનવિભાગને જાણ કરવા છતાં કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનો અને ફોરેસ્ટ વિભાગ સરખા જવાબ ન આપતા હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કપિરાજે 30 જેટલા લોકોને બચકા ભર્યા
શહેરમાં ફરી એકવાર કપિરાજનો આતંક સામે આવ્યો છે. સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. સરખેજમાં કપિરાજે 30 જેટલા લોકોને બચકા ભર્યા છે. સરખેજ રોઝા, ચીકુની વાડી સહિતના વિસ્તારોમાં એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. કપિરાજના આતંકના કારણે સ્થાનિકોને લાકડી લઈને પહેરો ભરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને ઘટનાની કરી જાણ કરી હતી. જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યાના સ્થાનિકોનો આક્ષેપ છે. ‘તમે જ કપિરાજને પકડી લો, અમે લઈ જઈશું,’ તેવો જવાબ ફોરેસ્ટ વિભાગે આપ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સ્થાનિકોએ વનવિભાગને જાણ કરવા છતાં કાર્યવાહી નહીં
લોકોનું કહેવું છે કે, કપિરાજના આતંકને લીધે બાળકો સ્કૂલ જઇ શકતા નથી. બહાર નીકળવું હોય તો સાથે લાકડી લઇને જવું પડે છે. વડીલો પણ એકલા ઘરની બહાર નીકળી શકતા નથી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે, ઘરકામ કરતી વખતે સાથે લાકડી રાખવી પડે છે. અહીં રહેતા તમામ લોકોમાં ડર છે. ચાલતાં નીકળતા લોકોની પાછળ દોડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ સમગ્ર મામલે અનેક ફરિયાદો છતાં કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી.
સમગ્ર ગુજરાતમાં કપિરાજના આંતકના કિસ્સાઓ
માત્ર અમદાવાદ જ નહીં મહેસાણા જિલ્લામાં પણ કપિરાજનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ કડી તાલુકાના ધરમપુર ગામમાં કપિરાજે વધુ બે લોકોને બચકા ભરી લીધા હતા, અત્યાર સુધીમાં કપિરાજે 20થી વધુ લોકોને બચકાં ભરી લીધા છે. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી કપિરાજનો આતંક છે. વન વિભાગને જાણ કરવા છતા કોઈ પગલા ના ભરાયા ભરાયા હોવાનું લોકો કહી રહ્યાં છે. હાલ ગામના લોકોમાં ભયનો માહોલ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube