જામનગરમાં રખડતા ઢોરોનો વધતો આતંક: વિફરેલા આખલાએ મહિલાને લીધી અડફેટે- કાળજું કંપાવે એવો વીડિયો થયો વાઈરલ

જામનગર(ગુજરાત): રખડતા ઢોરનો આતંક જામનગર શહેરમાં દિવસેને દિવસે વધી રહ્યો છે તેમ છતાં આ અંગે મનપાના નિંભર તંત્ર દ્વારા કોઈ યોગ્ય અને નક્કર કાર્યવાહી ન કરાતા શહેરીજનોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે જામનગર શહેરમાં રણજીત રોડ વિસ્તારમાં એક જગ્યાએ ગાંડાતુર બનેલા આખલાએ આતંક મચાવતાં મહિલાને સતત દોઢ થી બે મિનિટ સુધી અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હાલ મહિલાની સારવાર શરુ છે ત્યારે રખડતા ઢોરના આતંકનો ભોગ બનેલ મહિલાના પરિવારજનો દ્વારા જામનગર શહેરમાંથી રખડતા ઢોરનો આતંક દૂર કરવા માટે મનપા દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

એટલું જ નહીં, શહેરીજનો પણ હવે જામનગર શહેરના વિભાજી સ્કૂલ પાસે તેમજ પંચેશ્વર ટાવર રોડ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર રસ્તા પર અડીંગો જમાવીને બારેમાસ બેઠા હોય છે અને આ રખડતા ઢોરના આતંકનો ભોગ ઘણા વાહનચાલકોને બનવું પડતું હોય છે તેમજ અકસ્માત પણ સર્જાય છે અને ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે.  ઘણા લોકો પણ મોતને ભેટી ચૂક્યા છે ત્યારે શા માટે તંત્ર દ્વારા આ રખડતા ઢોર અંગે કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા નેક સવાલો મનપા સામે ઉઠી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગઈકાલે જામનગરમાં રખડતા ઢોરના આતંકનો વિડીયો વાયરલ થયા પછી આ અંગે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ગંભીરતાથી લેતા મનપા કમિશનર સાથે વાતચીત કરી છે અને જે રીતે ઢોરના માલિકો પોતાના ઢોરને રસ્તાઓ પર રખડતા મૂકી દે છે, તેને પકડવાની કાર્યવાહી મનપાએ કરવાની છે. પરંતુ રખડતા ઢોર માલિકોએ પણ આ અંગે પોતાની જવાબદારી સ્વીકારી પશુઓને રસ્તા પર રઝળતા નહી મૂકી પોતાના ઘરઆંગણે બાંધી રાખે જેથી આ પ્રકારની ઘટનાઓ વધુ ન બને. જો આ અંગે આગામી સમયમાં ઢોર માલિકો દ્વારા હવે પોતાની જવાબદારી સ્વીકારવામાં નહીં આવે તો પોલીસ વિભાગને સાથે રાખીને ફોજદારી સહિતી કાર્યવાહી કરવાની પણ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા દ્વારા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *