72 જ કલાકમાં બીજો આતંકવાદી હુમલો: ધોળા દિવસે ભરબજારે જવાન પર કર્યો ગોળીઓનો વરસાદ- જુઓ વિડીયો

જમ્મુ કાશ્મીરમાં ફરીએકવાર દિનદહાડે આતંકવાદીઓએ જવાનોને નિશાન બનાવ્યા છે. બારાજુલ્લા વિસ્તારમાં શુક્રવારે બપોરે આતંકીઓએ પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં બે જવાન ઘાયલ થયા હતા, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શહીદ થયેલા બંને જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસના છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જવાન પર થયેલા આતંકવાદી હુમલાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક આતંકવાદી એકે-47 લઈને આવે છે અને ઓચિંતો હુમલો કરતો નજરે પડે છે. ખાસ વાત એ છે કે દિનદહાડે એક આતંકવાદીને બજારની વચ્ચે દેખાઈ આવે છે અને તેના હાથમાં એકે-47 દેખાય છે. આતંકવાદીની તપાસ હાલ થઈ રહી છે. તેમજ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.

સીસીટીવીમાં એક આતંકવાદી જોવા મળે છે, પરંતુ જો ત્યાના સ્થાનિકોનું માનીએ તો કુલ બે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ તાત્કાલિક નાસી છુટયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને જવાન ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પહેલા જમ્મુ-કાશ્મીર, શોપિયાં અને બાલગામમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓના સમાચાર મળ્યા બાદ સેનાએ કાર્યવાહી હાથ ધરી હતી અને 2 સ્થળોએ એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એસપીઓ અલ્તાફ અહેમદ પણ શહીદ થયો હતો અને એક જવાન ઘાયલ થયો હતો.

ત્રણ જ દિવસમાં બીજો આતંકવાદી હુમલો
આ પહેલા 17 ફેબ્રુઆરીએ શ્રીનગરના સોનવર વિસ્તારમાં ગોળીબાર થયો હતો. હુમલો થયો ત્યાંથી એક કિલોમીટરના અંતરમાં જ વિદેશી રાજનાયક રોકાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં કૃષ્ણ ધાબાના એક કર્મચારીને ઈજા થઈ હતી. મુસ્લિમ હુમલો બળ J&K એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *