સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને કર્યા ઠાર, ક્રોસ ફાયરિંગમાં 2 સૈનિકો ઘાયલ અને એક મહિલાનું મોત

ગુરુવારે શ્રીનગરના બાટમાલૂ વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ તરફથી ફાયરિંગ કરતા સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. આતંકવાદીઓના છુપાયેલા હોવાની બાતમી પર સુરક્ષા દળોએ સવારે અ 2.30 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

આ પહેલા 5 સપ્ટેમ્બરે સુરક્ષા દળોએ બારામુલ્લામાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ પાસે 2 એકે -47, 2 મેગેઝિન અને એક પિસ્તોલ હતી. પાકિસ્તાન તરફથી આતંકવાદી ઘુસણખોરીના ઇનપુટ બાદ, જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સેના છેલ્લા ઘણા મહિનાઓથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

અલગ-અલગ રાજ્યોના કેટલાક લોકો આઈ.એસ. માં જોડાય રહ્યા છે
સરકારે બુધવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, દક્ષિણ રાજ્યો સહિત વિવિધ રાજ્યોના કેટલાક લોકો આતંકવાદી સંગઠન આઈએસમાં જોડાયા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં આઈએસની હાજરી સંબંધિત 17 કેસ નોંધ્યા છે અને 122 આરોપીની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *