ભારતમાં થઇ શકે છે મોટો આંતકીવાદી હુમલો: આંતકી સંગઠન ISIS-K કરી રહ્યું છે હુમલાની તૈયારી- જાણો કોણે આપી મહત્વની જાણકારી

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ પર હુમલો કર્યા બાદ હવે કુખ્યાત આતંકી સંગઠન ISIS-K ભારતમાં મોટો હુમલો કરવાની ફિરતમાં છે. સંવેદનશીલ રિપોર્ટ દ્વારા મળી રહેલી જાણકારી મુજબ આંતકવાદી સંગઠન ISIS-Kના અત્યંત ખતરનાક આતંકી ભારતમાં કોઈ પણ જગ્યાએ મોટો ધમાકો કરી શકે છે. ખાનગી રિપોર્ટ અને ગુપ્તચર એજન્સીઓએ આ હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે અને ચેતવણી આપી છે.

ISના નિશાના પર છે રાઈટ વિંગ લીડર્સ, મંદિર, પશ્ચિમી દેશોના વિસ્તારો શામેલ:
ઈન્ટેલિજન્સની રિપોર્ટના જણાવ્યા અનુસાર, ISના નિશાના પર રાઈટ વિંગ લીડર્સ, મંદિર, પશ્ચિમી દેશોના અનેક વિસ્તારોમાં શામેલ છે. ભારત દેશ સાથે તેઓ વિદેશીઓને પણ નિશાન બનાવી શકે છે. એલર્ટ જાહેર થયા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોની સુરક્ષામાં કડકાઈ રીતે વધારો કરી દેવામાં આવ્યો છે.

ISISKએ કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલાની જવાબદારી લીધી:
કર્ણાટકા અને કાશ્મીરમાંથી હાલમાં જ પકડાયેલા આ ગ્રુપ સાથે જોડાયેલા આતંકીઓની પૂછપરછમાં આ વાતની જાણ થઇ હતી કે અફગાનિસ્તાન- પાકિસ્તાનમાં IS ઓપરેટરો સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. આ ઝડપાયેલા આંતકીઓએ  વધુમાં જન્વતા કહ્યું છે કે, IS નેટવર્કના ધમાકોના ષડયંત્રમાં પાકિસ્તાની ઓપરેટરોનો પણ સમાવેશ થાય છે.

ISISKએ કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. આ કાબુલ બ્લાસ્ટમાં 13 અમેરીકી સૈનિકો સહિત 100થી પણ વધુના મોત થઇ ચુક્યા છે. સાથે બીજી બાજુ સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી અફગાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ આવ્યું છે ત્યારથી પાકિસ્તાનમાં તો ઉજવણીનો એવો માહોલ જોવા મળી રહ્યો છે કે, તેઓ તેમને સપોર્ટ કરવાની સાથે સાથે વિશ્વના દેશોને માન્યતા આપવા માટે ઊછળકુદ કરી રહ્યું છે. જયારે બીજી બાજુ ભારત માટે એક ચિંતાનો વિષય પણ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *