વિશ્વમાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થાય છે. હાલના સમયમાં, અમેરિકામાં જન્મેલી બાળકીની આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, ફિલાડેલ્ફિયામાં જન્મેલી આ બાળકીને તેની માતાએ ટેસ્લા કારમાં જન્મ આપ્યો હતો, તે પણ જ્યારે કાર ઓટોપાયલટ મોડ પર ચાલી રહી હતી. ઈલેક્ટ્રિક કારની આગળની સીટ પર બાળકીનો જન્મ થયો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકન કપલ બાળકની ડિલિવરી માટે ટેસ્લા કારમાં હોસ્પિટલ તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં ટ્રાફિકને કારણે તેને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી, તેથી તેણે પોતાની કારને ઓટોપાયલોટ મોડ પર મૂકી દીધી અને મહિલાની પ્રસૂતિ વાહનની અંદર થઈ ગઈ હતી.
ઓટોપાયલટ મોડ પર ચાલી કાર
આ ઘટના ત્યારે બની જ્યારે દંપતી તેમના 3 વર્ષના બાળકને શાળાએ મૂકવા જઈ રહ્યું હતું. કાર ટ્રાફિકમાં ફસાઈ ગયા પછી, પતિએ કારને ઓટોપાયલટ પર મૂકી હતી. તેના બાળકને પાછળની સીટ પર બેસાડી, આગળની સીટ પર પત્નીનું ધ્યાન પણ રાખ્યું હતું. ટ્રાફિક સ્થળેથી હોસ્પિટલ પહોંચવામાં તેમને 20 મિનિટનો સમય લાગ્યો અને ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં બાળકનો જન્મ થઇ ગયો હતો. હોસ્પિટલની નર્સોએ બાળકને ‘ટેસ્લા બેબી’ નામ આપ્યું હતું. હાલ સમગ્ર વિશ્વભરમાં આ ઘટનાએ વેગ પકડ્યો છે.
ટેસ્લા કાર તેની સુરક્ષાને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ગતવર્ષે ટેસ્લા કારમાં સવાર બે લોકોના મોતથી ચર્ચામાં રહી હતી. બે લોકોના મોતથી સમગ્ર વિશ્વમાં ટેસ્લા કંપનીના શેરમાં પણ ઘટાડો થયો હતો. વાસ્તવમાં, બે યુવકો ઓટો મોડમાં રાખીને કાર ચલાવતા હતા. તે દરમિયાન એક અક્સ્માત સર્જાયો હતો ને, બંને યુવકોના મોત થયા હતા. બંનેના મોત થતા પરિવારે ટેસ્લા પર કેસ પણ કર્યો હતો. પરંતુ હાલ બનેલી આ ઘટનાથી વિશ્વમાં ટેસ્લા કંપનીનો સાકારાત્મ અભિગમ ફેલાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.