હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તમામ લોકોનાં ધંધા-રોજગાર બંધ હોવાને કારણે લોકોને ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘણાં લોકો તો વ્યાજે પૈસા લાવીને ગુજરાન ચલાવતાં હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોનાં આતંકથી ઘણાં લોકોએ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. તેમજ જિંદગી ટૂંકાવી દેવાનાં ઘણાં નિર્થક પ્રયત્નો પણ કર્યા છે. એમ છતાં પણ વ્યાજખોરોની ચૂંગાલમાંથી લોકો ભાઈ નીકળી શકતાં નથી. આવામાં બનાસકાંઠામાં આવેલ થરાદમાંથી વ્યાજખોરોનાં આતંકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
જેમાં એક શિક્ષકે આરોપ લગાવતાં કહ્યું છે, કે દેવું ચૂકવવા માટે એણે શ્રીલંકા જઈને કિડની પણ વેચી નાંખી હતી. શિક્ષકની ફરિયાદને આધારે પોલીસે આગળની તપાસ પણ શરૂ કરી છે. બનાસકાંઠામાં આવેલ થરાદમાં કુલ 4 માથાભારે વ્યાજખોરોનાં વિષચક્રમાં શિક્ષક ફસાઈ ગયો છે.
વર્ષ 2012થી વ્યાજખોરો ત્રાસ તથા ધમકીઓ આપતાં શિક્ષકે લાખો રૂપિયા પણ આપ્યા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફસાયેલ શિક્ષક એમાંથી બહાર આવી શકતો ન હતો. છેવટે વ્યાજખોરોનાં ત્રાસથી છૂટકારો મેળવવાં માટે શિક્ષકે વર્ષ 2014માં પાસપોર્ટ કઢાવીને શ્રીલંકા જઈને પોતાની કિડની વેચી હોવાનું પણ જણાવ્યું છે.
શ્રીલંકામાં આવેલ કોલંબોમાં જઈને કિડની વેચ્યાનો પીડિત શિક્ષકનો સનસનીખેજ ખુલાસો સામે આવતાં જ હોબાળો મચી જવા પામ્યો છે. શ્રીલંકામાં આવેલ કોલંબોની નવલકા હોસ્પિટલનાં ડો.મોનિકને પીડિતે કિડની વેચ્યાનાં પીડિતે પોલીસને પુરાવા પણ આપ્યા હતા. કિડની વેચ્યા પછી કુલ 10% ચક્રવ્રુદ્ધિ વ્યાજ ચુકવ્યા પછી પણ ત્રાસ યથાવત રહેતાં જ પીડિત શિક્ષકે કુલ 4 વ્યાજખોરોની વિરૂધ્ધ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews