ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના જેતલસર(Jetalsar) ગામમાં રહેતા ઉદ્યોગપતિ(businessman)ના યુવા પુત્રએ ફાંસો ખાઇ પોતાની જિંદગી ટૂંકાવી લેતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને ગામ લોકો સ્તબ્ધ બની ગયા છે. સાથે જ ચારેય બાજુ એ જ ચર્ચા ચાલી રહી છે કે સુખી સંપન્ન પરિવારના તરૂણે આ રીતે કરુણ પગલું શા માટે ભરવું પડ્યું? યુવાવસ્થા બાજુ જઈ રહેલા તરુણે પોતાની જિંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં અરેરાટી સાથે શોક ફેલાય જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ બાબતે જેતપુર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરૂણને કોઇ એવી બીમારી પણ ન હતી કે જેના લીધે તેણે આવું દર્દનાક પગલું ભરી લેવું પડે. પ્રાપ્ત માહિતી અનુસાર, અભ્યાસ અંગે પણ કોઇએ કડક ટકોર કરી ન હતી અને તેના સાથી, સંગાથીનો પણ એવો કોઇ રેકોર્ડ હોવાનું પણ સામે આવ્યું નથી. આથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુર તાલુકાના જેતલસર ગામમાં રહેતા અને એનઆઇઆર રસિક ગોંડલીયાના ભત્રીજા એવા સુનિલ જેન્તીભાઈ ગોંડલીયાના 16 વર્ષીય પુત્ર આર્યન સુનિલ ગોંડલીયાએ પોતાના ઘરે બે દિવસ પહેલા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ દોડી આવી હતી અને લાશનો કબજો લઈ, પોસ્ટ મોર્ટમ કરાવી, આર્યને આવું પગલું શા માટે ભરી લેવું પડ્યું એ સહિતની તપાસ શરુ કરી દેવામાં આવી છે. બીજી બાજુ જેતપુર તાલુકા પોલીસના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, પરિવારજનો હજુ સુધી કંઇ બોલી શકવા સક્ષમ નથી એટલા બધા આઘાતમાં સરી પડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.