આજે મોબાઈલના જમાનામાં નાના બાળકોથી લઇને મોટેરાઓને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. અને નાની ઉંમરમાં મોબાઈલ વાપરતાં સગીરોમાં વિચારશક્તિના અભાવે કેટલાય એવા નિર્ણયો લઈ લે છે કે જેના કારણે મા-બાપના જીવ અધ્ધર થઈ જાય છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો હિંમતનગરમાં બન્યો છે.
હિંમતનગરનાં કેન્દ્રીય વિદ્યાલયનાં આવાસમાં રહેતી ધોરણ 10ની સગીરાએ હૈદરાબાદમાં રહેતાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા કિશોરને બર્થડેની સરપ્રાઇઝ આપવા માટે ઘરે કહ્યાં વગર ટ્રેનમાં હૈદરાબાદ પોંહચી હતી. પોતે એકલી નહિ પરંતુ પોતાની ધો-7માં ભણતી નાની બહેનને પણ સાથે લઈ ગઈ હતી. આ સગીરાને ટ્રેનની ટિકિટ લેવાની આવડતી હતી જેથી તેઓ બંન્ને જાતે જ ટિકિટ લઇને કિશોરને મળવા પહોંચ્યા હતાં. બંને સગીરાઓ ઘરેથી ગુમ થતાં માતા પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જો કે પોલીસે બંને બહેનો હૈદરાબાદમાં સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
મોબાઈલમાં આવતી ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવાં એપના માધ્યમો થકી હાલ લોકો ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશમાં પણ મિત્રો બનાવી શકે છે. ગત સોમવારે કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 7 અને ધોરણ 10ની બે સગીર કિશોરીઓ કોઇને કહ્યાં વગર ઘરેથી નીકળી હતી. કલાકો થવા છતાં પણ ઘરે ન આવતા પરિવારો ચિતીંત બન્યા હતાં. જે બાદ તેમણે બી ડિવીઝન પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ દ્વારા ગાઢ દોસ્તી થઈ ગઈ હતી. જેના કારણે સગીરાએ યુવાનને રૂબરૂ મળીને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો. પણ જો ઘરે કોઈને કહે તો ઘરવાળા ના પાડે. એટલા માટે સગીરાએ ઘરે કોઈને પણ જાણ કર્યા વગર પોતાની ધોરણ 7માં ભણતી નાની બહેનને લઈ અમદાવાદ પહોંચી ગઈ. અને ત્યાંથી ટિકિટ લઈને સીધી હૈદરાબાદ પોતાના મિત્રને ત્યાં જતી રહી હતી. અહીં બીજી બાજુ પોતાની બંને દીકરીઓ ગાયબ થઈ જતાં મા-બાપ ચિંતામાં મૂકાયા હતા.
મળતી માહિતી પ્રમાણે, પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જે બાદ પીએસઆઇ એમ.બી.કોટવાલે જણાવ્યું કે, મોટી સગીરાને ઇન્સ્ટાગ્રામ પર હૈદરાબાદના સગીર સાથે મિત્રતા થઇ હતી. હૈદરાબાદમાં રહેતા સગીરનો જન્મ દિવસ આવતો હોઇ તેને સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ જવા રવાના થઇ ગઇ હતી. ટ્રેનમાં અવર જવરનો અનુભવ હોવાથી હૈદરાબાદની ટિકિટ લઇને અમદાવાદથી નીકળી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મોટી સગીરા કે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે તેને ઇન્સ્ટાગ્રામ પર હૈદરાબાદનાં કિશોર સાથે મિત્રતા કેળવાઇ હતી જેથી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, બંન્ને સગીરા તેના ઘરે હેમખેમ છે. જે બાગ પોલીસની એક ટીમ હૈદરાબાદ મોકલવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.