સુરત(Surat): પાસોદરા(Pasodra)માં જાહેર હત્યાના કેસ(Grishma Murder Case)માં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે કોર્ટમાં 1,000 પાનાની અસલ અને કુલ 2,500 પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં 25 પ્રત્યક્ષદર્શીઓ છે. નિવેદન લખાવનારાઓએ જણાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપી પાસે ગયા ન હતા કારણ કે તેના હાથમાં ચપ્પુ હતું. કેટલાકને ડર હતો કે જો તેઓ નજીક જશે તો યુવતીને મારી નાખશે.
દરમિયાન, પોલીસે પ્રથમ વખત તમામ 170 સાક્ષીઓના ઘરે જઈને તેમના નિવેદન લીધા હતા. આ અઠવાડિયે સુનાવણી શરૂ થવાની છે અને ટૂંક સમયમાં ચુકાદો આવે તેવી ચર્ચા છે. નોંધનીય છે કે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમગ્ર કેસ-કાનૂની પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. મૃતક યુવતીના પરિજનો પણ ઇચ્છે છે કે તેઓ આ કેસ લડે.
ઝડપી સુનાવણી થશે અને ટૂંક સમયમાં ચુકાદો આવી શકે છે:
આ પહેલીવાર બન્યું છે કે, આરોપીની ધરપકડના છ દિવસ બાદ જ હત્યાના કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. પોલીસે ચાર્જશીટની પ્રક્રિયા ઝડપી બનાવવા તમામ 190 સાક્ષીઓના ઘરે પણ ગઈ હતી. સાક્ષીઓને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. જો કે, આ કેસમાં તેનાથી ઉલટું થયેલું જોવા મળે છે.
પ્રશ્ન એ છે કે કોઈ બચાવવા કેમ ન ગયું?
જાહેરમાં હત્યાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ત્યારે સવાલ એ પણ ઊભો થયો કે કેમ કોઈ બચાવમાં ન આવ્યું. પોલીસે સમગ્ર કેસમાં 25 જેટલા પ્રત્યક્ષદર્શીઓના નિવેદન પણ લીધા હતા.
સરથાણાના કરુણેશ રાણપરીયાની કરાઈ પૂછપરછ:
ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે સામાજિક કાર્યકર કરુણેશ રાણપરિયાની પૂછપરછ કરી હતી. તે ગ્રીષ્માના ઘરથી થોડા અંતરે રહે છે. કરુણેશ એ ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલનો સબંધી મિત્ર છે. ગ્રુપ ફોટોમાં કરુણેશ સાથે ફેનિલ પણ જોવા મળ્યો હતો. જેથી ફેનીલ કરુણેશ સાથે જોડાયેલ હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે.
ગ્રીષ્માને મારવા AK-47 રાઈફલ્સ ખરીદવાની કોશિશ:
ગ્રીષ્માને મારતા પહેલા ફેનિલે AK-47 રાઈફલ્સ ખરીદવા માટે વેબસાઈટ પણ સર્ચ કરી હતી. જોકે આ રાઇફલ ન મળવાને કારણે તેણે અન્ય વિકલ્પો શોધ્યા હતા. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ ફેનિલ દ્વારા 30થી પણ વધારે વેબસાઇટ સર્ચ કરી હતી.
ચપ્પુની ડિલિવરી ફ્લિપકાર્ટ પરથી મોડેથી આવવાને કારણે ઓર્ડર કેન્સલ કરી મોલમાંથી ખરીદ્યું હતું:
ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરવાનું નક્કી કર્યા પછી ફેનિલ દ્વારા ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કરવામાં આવ્યો હતો. જોકે એ મોડેથી મળવાનો હોવાના કારણે ફેનીલે ઓર્ડર કેન્સલ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા સામે આવ્યા છે. ત્યાર પછી તેણે ગ્રીષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લેવામાં આવ્યું હોવાથી ફેનિલ સામે પોલીસને મજબૂત પુરાવા મળી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.