હાલમાં એક ખુબ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા બનેલ આ ઘટનામાં એક પિતા તેની જીવિત દીકરીની સ્મશાન યાત્રા કાઢવા મજબુર થયા હતા. જો કે, આ સ્મશાન યાત્રા માત્ર પ્રતીકાત્મક હતી. તેમાં નનામી પર દીકરીને બદલે તેનું પૂતળું રાખવામાં આવ્યું હતું.
પિતાની સાથે-સાથે દીકરીની માતાએ પણ આ નનામીને કાંધ આપી હતી. ત્યારપછી આ પૂતળાના સંપૂર્ણ રીત-રિવાજ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં. આશ્ચર્યની વાત તો એ છે કે, છેવટે એક પિતાએ આવાં પ્રકારનું પગલું શા માટે ભર્યું?
હકીકતમાં ગામમાં જ રહેતા પિત્રાઈ ભાઈની સાથે લવમેરેજ કરી લીધા હતાં. માતા-પિતા તેમજ પરિવારજનોએ તેને આ રીતે સંબંધમાં લગ્ન ન કરી શકાય એવું સમજાવવાના શક્ય એટલાં પ્રયાસ કર્યાં હતાં. છોકરીએ પરિવારજનો અને સંબંધીઓની કોઈ વાત માની નહીં. આ છોકરીની અન્યત્ર સગાઈ પણ થઈ ગઈ હતી.
વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી પરંતુ દીકરી માની નહીં:
પરિવારને ખૂબ જ સમજાવટ કરી એમ છતાં યુવતી માની નહીં તો વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. પોલીસ સ્ટેશને સવિતા તેના પ્રેમી રાજદીપની સાથે જીવન પસાર કરવાના પોતાના નિર્ણય પર અડગ રહી હતી. ત્યારપછી પિતાએ દીકરીના અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. છેવટે પરિવારે દીકરી જીવિત હોવા છતાં તેનું પૂતળું બનાવીને તેના અંતિમસંસ્કાર કર્યાં હતાં.
પરિવારનું જણાવવું છે કે, દીકરીના આ ખોટા પગલાથી સમાજમાં કોઈ ઈજ્જત રહી નથી. યુવતીના લગ્ન ખુબ સારા ઘરે થવાના હતા, તેની સગાઈ પણ થઈ ચૂકી હતી. ગામલોકોના જણાવ્યા મુજબ, યુવતીનો પ્રેમ-પ્રસંગ રાજદીપની સાથે કેટલાંક વર્ષોથી ચાલતો હતો. બન્ને રાંચીમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. બન્ને ભાઈ-બહેન હોવા છતાં તેમણે લગ્ન કરી લીધા હતા. એને કારણે માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને ખુબ આઘાત લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.