‘ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે અને વિજય રૂપાણી જશે’ આવી અફવાઓની વચ્ચે તેઓ 7 ઓગસ્ટના રોજ શાસનનાં 5 વર્ષ પુર્ણ કરી ગુજરાતના કુલ 16 મુખ્યમંત્રીમાંથી 5 વર્ષ પૂરાં કરનારા 4 મુખ્યમંત્રી બનશે. આટલું જ નહીં કેશુભાઈ પટેલના શાસનનો પણ રેકોર્ડ તેઓ તોડશે. આની પહેલા નરેન્દ્ર મોદી, માધવસિંહ સોલંકી તથા હિતેન્દ્ર દેસાઈએ 5 વર્ષ કરતાં વધારે સમય સુધી શાસન કરેલું છે.
કેશુભાઈ પટેલનો પણ રેકોર્ડ તોડ્યો:
ગુજરાતના 16મા CM વિજય રૂપાણી 7 ઓગસ્ટ પછી રાજ્યમાં સૌથી વધારે શાસન કરનાર 4 મુખ્યમંત્રી બનશે. રાજ્યમાં સૌથી વધારે એટલે કે, નરેન્દ્ર મોદીએ કુલ 4,610 દિવસ શાસન કર્યું છે, જ્યારે બીજા નંબર પર હિતેન્દ્ર દેસાઈએ કુલ 2,062 દિવસ અને ત્રીજા નંબર પર રહેલા માધવસિંહ સોલંકીએ કુલ 2,049 દિવસ સુધી રાજ કર્યું છે.
ત્યારપછી કુલ 1,825 દિવસના શાસન સાથે વિજય રૂપાણી 4 નંબર પર રહેલા છે. આટલું જ નહીં, કેશુભાઈ પટેલના કુલ 1,533 દિવસના શાસનનો પણ રેકોર્ડ તોડ્યો છે. આમ, ગુજરાતના અત્યાર સુધીના કુલ 16 મુખ્યમંત્રીમાંથી 12 મુખ્યમંત્રીને પાછળ છોડીને નરેન્દ્ર મોદી સહિતના 4 મુખ્યમંત્રીની હરોળમાં આવી જશે.
રૂપાણી ઓગસ્ટ, વર્ષ 2016થી આવ્યા સત્તામાં:
ગુજરાતમાં પૂર્વ CM આનંદીબેન પટેલના રાજીનામાં પછી એટલે કે, 7 ઓગસ્ટ વર્ષ 2016થી વિજય રૂપાણી CM પદે આવ્યા હતા. આની સાથે જ વર્ષ 2017માં CM વિજય રૂપાણીના જ નેતૃત્વમાં ભાજપનો વિજય થયો હતો તેમજ ફરી એકવખત વિજય રૂપાણી CM બન્યા હતા.
સામાન્ય રીતે કુલ 1,825 દિવસ કે વધારે શાસન કરે તો 5 વર્ષનું શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે, આને જોતાં 7 ઓગસ્ટ વર્ષ 2021ના રોજ CM વિજય રૂપાણી પણ 5 વર્ષ શાસન કરનાર ચોથા મુખ્યમંત્રી બની જશે.
16માંથી 12 મુખ્યમંત્રી 5 વર્ષ સુધી શાસન કરી શક્યા નહીં:
ગુજરાતનો રાજકીય ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી કુલ 16 મુખ્યમંત્રીએ શાસન કર્યું છે કે, જેમાં સૌથી વધારે કુલ 4,610 દિવસના શાસન સાથે નરેન્દ્ર મોદી નંબર વન મુખ્યમંત્રી બન્યા છે. જ્યારે સૌથી ઓછું એટલે કે, માત્ર 128 દિવસ શાસન કરનાર CM દિલીપ પરીખ છે અને 16માંથી 12 મુખ્યમંત્રી 5 વર્ષ સુધી પણ શાસન કરી શક્યા નથી.
ચીમનભાઈ પટેલ 1652, અમરસિંહ ચૌધરી 1618, કેશુભાઈ પટેલ 1533, બાબુભાઈ જશભાઈ પટેલ 1253, આનંદીબેન પટેલ 808, જીવરાજ મહેતા 733, બળવંતરાય મહેતા 730, ઘનશ્યામ ઓઝા 488, છબિલદાસ મહેતા 391, શંકરસિંહ વાઘેલા 370, સુરેશ મહેતા 334, દિલીપ પરીખ 128 દિવસ સુધી મુખ્યમંત્રીપદ પર રહેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.