આઠ વર્ષીય આ દીકરીને છે મોટા અજગર સાથે ગાઢ મિત્રતા, જાણી તમે પણ ચોંકી ઉઠશો

મિત્રતા એક એવી ભાવના છે કે, જે માત્ર સુખ જ નહીં દુઃખમાં પણ સાથ આપે છે. હાલમાં અમે તમને એક એવી છોકરી વિશે જણાવીશું, જેનો ખાસ મિત્ર એક અજગર છે. માત્ર 8 વર્ષની “ઈનબર” ઇઝરાઇલમાં રહે છે. ઈનબરનો બેસ્ટ ફ્રેન્ડ એનો પાલતુ સાપ રહેલો છે. આ સાપ એનો સ્વિમિંગ સાથી પણ છે.

જ્યારે પણ ઇનબર એના સ્વિમિંગ બાથમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો મિત્ર સાપ પણ એની સાથે સ્વિમિંગ કરે છે. ઇનબરની સાથે રહેતો આ સાપ કુલ 11 ફૂટ લાંબો તથા પીળા રંગનો અજગર છે. આ સાપ ઇનબરનો પાલતુ હોવા છતાં પણ કેટલાંક લોકો ઇનબરને સાપની સાથે જોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.

કારણ કે, બાળકો તો ફક્ત સાપ જ નહીં પરંતુ ગરોળીને જોઈ પણ ડરી જતા હોય છે. જો કે, ઇનબરને અજગરથી ભય જ નથી લાગતો. તેને એના પાલતુ સાપની સાથે સમય પસાર કરવાનું ખુબ જ પસંદ છે. ‘રૉયટર્સ’નાં જણાવ્યા પ્રમાણે, ઇનબાર એના માતાપિતાની સાથે દક્ષિણ ઇઝરાઇલનાં કૃષિ સમુદાયના પશુ અભયારણ્યમાં રહે છે.

ઇનબર નાનપણથી જ એના પાલતુ પ્રાણીઓને પ્રેમ કરે છે. બેલે (સાપનું નામ) પણ એના પાલતુ પ્રાણીઓમાંનું એક છે. જ્યારે વૈશ્વિક રોગચાળો કોરોના વાયરસને લીધે લોકડાઉન થયું હતું તથા સ્કુલો બંધ થઈ ગઈ હતી ત્યારે ઇનબારે બેલેની સાથે જ સમય પસાર કર્યો હતો. ઇનબર તથા બેલેની ખૂબ ગાઢ મિત્રતા રહેલી છે.

ઈન્બરને એના પાલતુ સાપની સાથે ફરવા તથા રમવાનું ખુબ જ પસંદ છે. ઇનબરની માતા જણાવતાં કહે છે કે, ઇનબરનો ઉછેર સાપ તથા કેટલાક પ્રાણીઓની વચ્ચે થયો હતો. જ્યારે એ નાની હતી બાથમાં સ્નાન કરતી હતી ત્યારે બેલે અજગરની સાથે જ રહેતો હતો. હવે બંને મોટા થઈ ગયા છે, જેને લીધે તેઓ સાથે રહે છે. 

સોશિયલ મીડિયા પર ઇનબર તથા બેલેના સ્વિમિંગનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયોને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *