પિતા હીરાના મોટા વેપારી, કરોડોની સંપત્તિ… છતાં સુરત ની દેવાંશી સંઘવીએ જાહોજલાલી છોડી સંયમના માર્ગે પ્રયાણ કર્યું

સુરતના વેસુમાં 14 જાન્યુઆરીથી દીક્ષા મહોત્સવ શરૂ થયો હતો. આ દીક્ષા મહોત્સવમાં સુરતની 9 વર્ષની પુત્રી દેવાંશીએ દીક્ષા લીધી છે. સુરતના હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબેનએ દીક્ષા લીધી છે. આજે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દેવાંશી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં દીક્ષા લીધી છે.

દીક્ષા લીધા બાદ દેવાંશી પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે. દેવાંશીના પરિવારના સ્વ. તારાચંદનું ધર્મક્ષેત્રે પણ વિશેષ સ્થાન હતું. તેમણે શ્રી સમ્મેત શિખરનો ભવ્ય સંઘ કાઢ્યો અને સાથે સાથે આબુની ટેકરીઓ નીચે બનેલું સંઘવી ભેરુતારક તીર્થનું પણ નિર્માણ કરાવ્યું હતું.

દેવાંશીની વરસીદાન યાત્રામાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. મુંબઈ અને એન્ટવર્પમાં પણ દેવાંશીની વરસીદાન યાત્રા થઈ હતી. દેવાંશીને 5 ભાષા આવડે છે. દેવાંશીને સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે. વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થ પ્રકરણો જેવાં મહાન પુસ્તકો દેવાંશી પાસે છે. દેવાંશીએ ક્યુબામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકના એક દીકરા ધનેશ સંઘવીની દીકરી દેવાંશી છે. દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાની એક કંપની છે. ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે, તેઓ વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર કરે છે. દેવાંશીને એક નાની બહેન પણ છે તેનું નામ કાવ્યા છે. કાવ્યા પાંચ વર્ષની છે. દેવાંશી અને તેના પરિવારની લાઈફસ્ટાઈલ ખૂબ જ સરળ અને સાદગીભરી છે. તેનો પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે.

દેવાંશીને સંગીતનો શોખ છે અને તેથી તેને સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણ કારી છે. સાથે સાથે સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારત નાટ્યમમાં પણ દેવાંશી નિપુણ છે. દેવાંશી યોગનાં અનેક આસાન પણ જાણે છે. દેવાંશી સર્વગુણ સંપન્ન છે. જાહોજલાલી છોડીને દેવાંશી અભ્યાસ બાદ દીક્ષા લીધી છે. વિદાય સમારોહમાં સંવેદના વખતે દેવાંશીએ સાચું જ કહ્યું હતું કે હું સિંહનું સંતાન છું…અને સિંહની જેમ દીક્ષા લઈ રહી છું..સિંહની જેમ જ દીક્ષા જીવન જીવવાના મારા ભાવ છે.

દેવાંશીએ તેના જીવનકાળમાં ક્યારેય પણ મોબાઇલનો ઉપયોગ કર્યો નથી. તેણે બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7મા વર્ષે પૌષધ કર્યા છે. દેવાંશીએ આટલી નાની ઉંમરમાં 367 દીક્ષાનાં દર્શન કર્યાં છે. વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેને કંઠસ્થ છે. દેવાંશી અનેક જૈનગ્રંથોનું વાંચન પણ કર્યું છે.

ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે. દેવાંશીએ 500 કિમી ચાલી તીર્થસ્થાનોની મુસાફરી કરી અને ઘણા જૈન ગ્રંથો વાંચીને તત્ત્વ જ્ઞાન સમજ્યું. જ્યારે દેવાંશી 25 દિવસની હતી ત્યારે તેણે નવકારસીના પચાખાન લેવાનું શરૂ કર્યું હતું. 2 વર્ષ અને 1 મહિનાની ઉંમરથી તેણે ગુરુઓ પાસેથી ધાર્મિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *