સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક આશ્વર્યજનક જાણકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આ ઉક્તિને રાજ્યમાં આવેલ જસદણના 92 વર્ષના વૃદ્ધે સાર્થક કરી બતાવી છે. તેમની સ્ફૂર્તિ હાલમાં પણ યુવાનોને શરમાવે તેવી છે.
આજના સમયમાં યુવાધન તથા વૃદ્ધો ખાસ કરીને વાહનોનો સહારો લઈ અનેકવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરવા માટે જતા હોય છે ત્યારે જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ સરદાર ચોકમાં રહેતા ૯૨ વર્ષીય જેરામભાઈ ગેલાભાઈ રામાણી નામના વયોવૃદ્ધ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. તેઓ છેલ્લા 31 વર્ષથી હોળી-ધૂળેટી પર્વ પૂર્વે લગભગ 284 કિમીનું અંતર કાપીને જસદણથી દ્વારકા સુધીની પદયાત્રા કરે છે.
યુવાનો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત:
આ વર્ષે પણ તેઓ કોરોના મહામારી અંગે સાવચેતી રાખીને જસદણથી દ્વારકા એકલા ચાલતા થયા હતા. તેમની આ સ્ફૂર્તિ તથા દ્વારકાના નાથ પ્રત્યેની સાચી ભાવના જોઈ જસદણના યુવાધન તથા વૃદ્ધ સહિતના લોકોએ પણ પ્રેરણા લીધી હતી. જસદણના આ વયોવૃદ્ધ ખંભે થેલી નાંખીને તેમજ હાથમાં લાકડી લઈને જસદણથી દ્વારકા સુધીની પદયાત્રા કરતા હોવાથી આજના અન્ય લોકોને એક નવી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
સંગાથ મળી જાય તો પણ ભલે, નહીં તો… એકલો જાને રે:
જેરામભાઈ રામાણી દ્વારકા સુધીની પદયાત્રા કરી અનેરો આનંદ મેળવી રહ્યા છે. તેઓ આનંદની સાથે જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેઓ બાઈક અથવા તો કાર જેવા વાહનોનો સહારો લઈ શકે તેવી પણ આર્થિક સ્થિતિ ધરાવે છે. એમ છતાં પોતાના શરીરની તંદુરસ્તી તથા સ્ફૂર્તિને કારણે તેઓ હાલમાં પણ યુવાનોને શરમાવે તેવી ગતિએ પદયાત્રા કરી રહ્યા છે.
જો કોઈ અન્ય પદયાત્રીઓનો માર્ગમાં ભેટો થઈ જાય તો ભલે બાકી તેઓ એકલા દ્વારકા સુધી ચાલ્યા જાય છે. તેમને જો કોઈ સંગાથ મળી જાય તો પણ ભલે તથા ન મળે તો પણ એકલો જાને રે ઉક્તિને બરાબર સાર્થક કરે છે. આમ, આ વૃદ્ધ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle