ગુજરાત(Gujarat): આવનારી વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય પક્ષો પોત-પોતાની રીતે પ્રચારમાં લાગી ગયા છે. તે પછી ભાજપ(BJP) હોય, આમ આદમી પાર્ટી(AAP) હોય કે, કોંગ્રેસ(Congress)! તમામ પાર્ટીઓ ચુંટણી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીને મળી રહેલા પ્રતિસાદ ઉપરથી ભાજપ પક્ષની ચિંતામાં વધારો થઇ ગયો છે.
હાલમાં તો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં કેજરીવાલ મોડલનો સંદેશ પહોંચાડી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ લોકોને સ્વાસ્થ્ય, શિક્ષણ અને વીજળી સહીત અનેક મુદ્દાઓને લઈને ઘર-ઘર જઈને લોકોને દિલ્લી મોડેલનો સંદેશો પહોંચાડી રહ્યા છે.
ગામડે-ગામડે અને ઘરે ઘરે જઈને તો આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જ્યાં જ્યાં રેલીઓ અને સભા કરે છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.
ત્યારે આ બધાની સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા ડિજિટલ પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. AAP દ્વારા ગુજરાતી ધમાલ સાથે ગુજરાતની જ વાત! પરંતુ એક અલગ જ અંદાજમાં, એક અલગ જ રૂપમાં રજૂઆત કરતા આમ આદમી પાર્ટી દ્વારા ‘આપ’ના ગુજરાતનો ડાયરો કરીને વિડીયો દ્વારા પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. આ વિડીયોમાં પરિવર્તન યાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડિજિટલ પ્રચાર માટે બનાવેલ આ વિડીયોમાં ભાજપ સરકારમાં પેપર ફૂટ્યા છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, 12-12 વખત ગુજરાતની અંદર પેપર ફૂટ્યા છે તેમ છતાં પણ અસિત વોરા જેવા માણસો ઘરે બેઠા બેઠા વાજું-પેટી વગાડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીને પરિવર્તન યાત્રામાં મળી રહેલા બહોળા સમર્થનને જોતા ભાજપ પાર્ટીના પાટિયા હચમચી ગયા છે. જેને કારણે AAPનું મનોબળ દ્રઢ થઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.