સુરત(surat): વરાછા પોલીસ સ્ટેશનમાં એસીપી તરીકે ફરજ બજાવતા સી. કે.પટેલ સામે કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરાયા છે. વર્ષ 2021માં 13 એપ્રિલના દિવસે આર.ટી.આઈની સુનાવણી દરમિયાન હાજર રહેલા વકીલને પોતાની ચેમ્બરમાં માર માર્યો હોવાનો આક્ષેપ વકીલે કર્યો હતોય આ બાબતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટે એસીપી સામે સમન્સ ઇસ્યૂ કર્યા છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મયુર કુકડીયા નામના ઇસમને માર મારવામાં આવ્યો હતો. જેને લઈને એડવોકેટ અને એક્ટિવેસ્ટ રજની પાંચાણી દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી. આરટીઆઇની સુનીવણીની તારીખ 13-4-2021ના દિવસે વરાછા પોલીસ સ્ટેશનમાં હતી. એડવોકેટ સી. કે.પટેલની ચેમ્બરમાં ગયા હતા ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો. જે બાબતે કોર્ટમાં ગેરકાયદેસર રીતે અટકાયત કરવી, માર મારવો, ફરજથી ઉપરવટ જઈને કાર્યવાહી કરવા જેવી કલમ એસીપી સામે લગાડી કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.
એડવોકેટ રજની પાંચાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, હું જ્યારે એસીપી સીકે પટેલની ચેમ્બરમાં ગયો ત્યારે મેં તેમને ખૂબ જ આદર આપ્યો અને તેમને પૂછીને બેસવા માટે કહ્યું તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કોરોના હોવાથી દૂર ઉભા રહેવા કીધું હતું. સુનાવણી પૂર્ણ થયા બાદ મેં તેમને રોજ કામનો સિક્કો મારવા માટે કહ્યું હતું તો તેઓ ભડકી ગયા અને મને ચેમ્બરમાં માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતે જે સાક્ષી હતા તેમણે પણ જોયું હતું કે એસીપીનું વર્તન કેવું હતું. સુરત પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અમે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને નામદાર કોર્ટે અમારી ફરિયાદને ગ્રાહ્ય રાખીને એસીપીને આરોપી બનાવ્યા છે અને તેમની સામે સમન્સ પણ મોકલવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.