સુરત (Surat) શહેરમાં વધુ એક અકસ્માત (Accident) ની ઘટના બની છે. અવારનવાર અકસ્માતના કારણે કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરત શહેરના હજીરાના મોરા ગામમાં અકસ્માતની ઘટના બની છે. રસ્તા ઉપર ચાલીને જતા રાહદારીને, પુરપાટ ઝડપે આવતા એક્ટીવા ચાલકે ઉડાવ્યા હતા. અને ત્યાને ત્યાં ગંભીર ઈજા પહોચી હતી.
હજીરામાં આવેલા મોરા ગામ માં અકસ્માતની ઘટના બની છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે કે, એક રાહદારી રસ્તો ઓળંગી રહ્યો હોય છે, તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે એક્ટિવ આવી રહી હતી. રાહદારી જોવે તે સમજે તે પહેલા જ પુરપાટ ઝડપે આવતી એકટીવા તેની સાથે અથડાય છે.
હજીરાના મોરા ગામ માં અકસ્માત ની ઘટના – એક્ટિવા ચાલાક એ રાહતદારી ને ઉડાવ્યો pic.twitter.com/unO2g6xEUZ
— Trishul News (@TrishulNews) February 14, 2022
એકટીવા એટલી સ્પીડમાં હતી કે, રાહદારી કયાંય હવામાં ફંગોળાઈને નીચે જમીન પર પટકાય છે. સાથોસાથ એક્ટિવા ચાલક પણ કાબૂ ગુમાવે છે અને ત્યાં ને ત્યાં એકટીવા સ્લીપ મારી જાય છે. ગાડી સ્પીડમાં હોવાથી, એકટીવા ૧૦ થી ૧૫ ફૂટ જમીન પર ઢસડાય છે. ટક્કર લાગતા જ રાહદારી રોડ ઉપર જ બેભાન થઇ જાય છે. અને એક્ટિવા ચાલક યુવકને ગંભીર ઈજા થાય છે.
અકસ્માત સર્જાતા જ સ્થાનિકો ભેગા થઈ જાય છે, અને બન્નેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ સમગ્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. વિડીયોમાં એમ પણ દેખાઈ રહ્યું છે કે, રાહદારી ઊંધું ઘાલી રોડ ઓળંગી રહ્યો છે, તેના કારણે આ અકસ્માત સર્જાયો, પરતું સ્પષ્ટપણે કહેવુ મુશ્કેલ છે કે, ખરેખર ઘટનામાં કોની ભૂલ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.