સુરતમાં SMC દ્વારા ધાર્મિક બેનરો હટાવાયા, હિન્દુત્વના મોટા-મોટા બણગા ફૂંકતા રાજકીય નેતાઓ ગાયબ!

સુરત(Surat): આવનારા વર્ષ 2022માં ભક્તિ દ્વારા એકતાની શક્તિ એવું ખોડલધામ(Khodal Dham) મંદિર કાગવડ(Kagwad)ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાંચ વર્ષ પૂર્ણ થતા ભવ્યથી ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel) અલગ અલગ સ્થળે જઈ પાટોત્સવમાં લોકોને આમંત્રણ આપવા માટે જઈ રહ્યા છે.

આવતીકાલે એટલે કે રવિવારના રોજ સુરતના આંગણે નરેશ પટેલ પધારવાના હોવાથી શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ આઈમાતા પાર્ટીપ્લોટમાં ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં અલગ અલગ કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ અંગે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર આ કાર્યક્રમને પગલે બેનરો અને પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે.

ત્યારે વંદન ભાદાણીના સૌજન્ય થઈ લગાવેલા હોર્ડિંગ ઉતરતા વિવાદ સર્જાયો છે. કોઈ સરકારી બાબુઓના ઈશારે આ બેનરોને ઉતરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં લગાવવામાં આવેલ ખોડલધામના બેનરો હાલમાં સુરત મહાનગર પાલિકા દ્વારા ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, હિન્દુત્વની મોટી મોટી વાતો કરનાર રાજકીય નેતાઓ આ અંગે કઈ બોલશે કે, મુક પ્રેક્ષક બનીને જ બેસી રહેશે?

મહત્વનું છે કે, રાજકીય નેતાઓ બેનરો સડે નહિ ત્યાં સુધી અડતા પણ નથી અને ધાર્મિક કાર્યોના બેનરો અને પોસ્ટરોને કોઈ રાજકીય પાર્ટીના નેતાઓના કહેવાથી ઉતારી દેવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હિન્દુત્વની મોટી મોટી ભંડાસો ફાડતા નેતાઓની સરકારમાં જ ધાર્મિક બેનરો ઉતારી લેવામાં આવ્યા છે તે કેટલી હદે યોગ્ય કહી શકાય?

હાલમાં સુરતના અનેક વિસ્તારોમાં SMCના દબાણ ખાતા દ્વારા ખોડલધામના બેનરો ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે હિંદુ રક્ષકો અને હિન્દુત્વની મોટી મોટી વાતો કરનારા નેતાઓ આ મામલે કાઈ કહેશે કે આંખ આડા કાન કરીને બેસી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *