ફરીથી મોર ન બોલે એનું ધ્યાન રાખજો! આજ રાતથી ગુજરાતમાં આ કડક નિયમો થશે અમલી- જાણો સરકારની ગાઈડલાઈન્સ

ગુજરાત(Gujarat): રાજ્યમાં મહાનગરપાલિકાના વિસ્તારોમાં સરકાર દ્વારા પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂ(Night curfew) રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. આ આગાઉ સરકારી ગાઈડલાઇનમાં નાઈટ કર્ફ્યૂનો સમય 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી હતો. જેમાં હાલ રાજ્ય સરકાર વધારો કરવામાં આવ્યો છે.

આજ રાતથી જ કડક નીયોમોની થશે અમલવારી:
રાજ્યમાં કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં અમલમાં મુકેલા રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણોમાં વધારો કરવામાં આવ્યો છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવેલ છે. 25 ડિસેમ્બર 2021થી અમદાવાદ , સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી રહેશે.

જાહેરમાં ઉજવણી નહિ થઇ શકે:
આ 8 મહાનગરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલમાં રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રહી શકતા હતા. જોકે તેમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *